Ahmedabad : 31 st ડિસે.ની ઉજવણીમાં યુવતીઓની સુરક્ષાને લઈ મહિલા પોલીસ વિભાગ એક્શનમાં
- Ahmedabad મહિલા પોલીસ વિભાગનો એક્શન પ્લાન
- મહિલાઓ સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે આયોજન
- મહિલા પોલીસ કર્મીઓ સહિત શી ટીમ રહેશે તૈનાત
આજે અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે 31 st ની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. મહિલાઓ સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ વિભાગ (Ahmedabad Women's Police ) ચાપતી નજર રાખશે.
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં વધુ 240 ASIને PSI તરીકે બઢતી, ચાલુ વર્ષે કુલ 6770 કર્મચારીઓને પ્રમોશન મળ્યું
મહિલા PI, મહિલા પોલીસકર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે
પ્રાપ્ત માહિતી અનુસાર, 31 st ની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં (Ahmedabad) મહિલા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. શહેરમાં મહિલાઓ સલામત અને સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસે ખાસ તૈયારી કરી છે. અમદાવાદ મહિલા પોલીસ વિભાગમાંથી મહિલા PI, મહિલા પોલીસકર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે અને જો કોઈ મહિલાઓ સાથે રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત
મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેનાત રહેશે
ઉપરાંત, અમદાવાદ પોલીસ વિભાગનાં આગોતરાં આયોજનનાં ભાગરૂપે વિવિધ ઉજવણીનાં સ્થળે પેટ્રોલિંગ હાથ ધરાશે. જ્યાં વધારે ભીડ ભેગી થાય છે અને ઉજવણીનાં હોસ્પોસ્ત વિસ્તારો હોય છે ત્યાં શી ટીમ તૈનાત રહેશે. PI થી લઈને ASI સહિત તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે. ઉપરાંત, ઉજવણી થતાં પાર્ટી પ્લોટ, જાહેર જગ્યા પર મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેનાત રહેશે. ઉપરાંત, 500 બોડી વોર્ન કેમેરા, 300 બ્રેથ એનેલાઈજરથી તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો - Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી


