Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: કાંકરિયા ઝૂમાં પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકનો જીવલેણ સ્ટંટ, જુઓ Video

Ahmedabad: અહીં પ્રાણી સંગ્રહાલય એક યુવક પોતાની પ્રેમિકાને દેખાડવા માટે વાઘના પિંજરા પર ચઢીને વૃક્ષ ઉપર ચઢી ગયો હતો.
ahmedabad  કાંકરિયા ઝૂમાં પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકનો જીવલેણ સ્ટંટ  જુઓ video
Advertisement
  1. પીંજરા પાસે રહેલા જાડ પર ચઢી યુવક પાંજરામાં ઘુસ્યો
  2. પાંજરાની અંદર રહેલા વાઘને ચીડવતો કેમેરામાં થયો કેદ
  3. 26 વર્ષીય અરૂણ નામના યુવકની પોલીસે કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદમાં આવેલા કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રાણી સંગ્રહાલય એક યુવક પોતાની પ્રેમિકાને દેખાડવા માટે વાઘના પિંજરા પર ચઢીને વૃક્ષ ઉપર ચઢી ગયો હતો. આવી ઘટનામાં પોતાનો જીવ પણ જઈ શકે છે, આવા જોખમી ભર્યા કામ શું કામ કરવા પડે! એ પણ માત્ર પોતાની પ્રેમિકાને ખુશ કરવા માટે! નોંધનીય છે કે, વાઘના પાંજરામાં ઘુસીને આવા અખતરા કરવા જીવલેણ સાબિત થઈ શકે છે.

પાંજરાની અંદર રહેલા વાઘને ચીડવતો કેમેરામાં થયો કેદ

નોંધનીય છે કે, યુવત વાઘના પાંઝરા પર ચઢી ગયો એટલે આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા અને ત્યાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે આ ઘટનાની સત્વરે મણિનગર પોલીસ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્ટાફને જાણ કરવામાં આવી અને યુવકને બહાર કઢાયો હતો. આવા લોકોને કાયદાનું ભાન કરાવવું ખુબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવા અખતરા કરનો પ્રયત્ન કે વિચાર ના કરે!

Advertisement

આ પણ વાંચો: Jamnagar: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો, લોકો કોને પસંદ કરશે?

Advertisement

યુવકને પાંજરામાંથી બહાર કાઢી લોકોએ આપ્યો ઠપકો

વિગતો એવી સામે આવી છે કે, વાઘના પાંજરા પર ચઢનારા 26 વર્ષીય અરૂણ નામના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને અત્યારે તેની સામે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે સાથે યુવક સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે, કાંકરીયા ઝૂમાં પશુ-પક્ષીઓની સલામતી સામે પણ સવાલ થઈ રહ્યાં છે. યુવકને પાંજરામાંથી બહાર કાઢી લોકોએ ઠપકો પણ આપ્યો હતો અને યુવક દારૂના નશામાં હોવાનો પણ લોકોએ દાવો કર્યો છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×