Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં શિયાળાની ઋતુ વચ્ચે Ambalal Patel ની આગાહી, હજું ઠંડીની શરૂઆત છે આગળ..!

વિન્ટર સીઝન વચ્ચે ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલની ઠંડી તો ફક્ત શરૂઆત છે. આવતા દિવસોમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. 18થી 20 નવેમ્બર વચ્ચે તાપમાનમાં થોડો વધારો થશે અને વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે, જ્યારે ત્યારબાદ રાજ્યમાં વધુ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં શિયાળાની ઋતુ વચ્ચે ambalal patel ની આગાહી  હજું ઠંડીની શરૂઆત છે આગળ
Advertisement
  • રાજ્યમાં શિયાળાની ઋતુ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી
  • યુરોપ અને એશિયાના ઠંડા પવનના કારણે ઠંડી: અંબાલાલ પટેલ
  • 18થી 20 નવેમ્બર સુધી તાપમાનમાં થશે વધારો: અંબાલાલ પટેલ
  • હાલમાં વાતારવરણ શુષ્ક રહેવાની શક્યતા: અંબાલાલ પટેલ

Ambalal Patel's Prediction : ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ઋતુની શરૂઆત થઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સવારના તેમજ રાત્રિના સમયગાળામાં ઠંડા પવનનો અહેસાસ સ્પષ્ટપણે વર્તાય છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની આગાહીથી વાતાવરણના આગામી દિવસોના મિજાજ વિશે વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો બંને માટે મહત્ત્વપૂર્ણ છે. હાલમાં યુરોપ અને એશિયાના ઠંડા પવનોને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ સ્થિતિમાં ટૂંક સમયમાં પલટો આવવાની શક્યતા છે.

તાપમાનમાં વધારો અને શુષ્ક વાતાવરણ

અંબાલાલ પટેલના મતે, 18થી 20 નવેમ્બર દરમિયાન રાજ્યના તાપમાનમાં સામાન્ય વધારો નોંધાશે, જેના કારણે ઠંડીનું જોર થોડું ઘટશે. આ સમયગાળામાં રાજ્યનું વાતાવરણ શુષ્ક (Dry) રહેવાની શક્યતા છે, જે ખેતીના કામકાજ અને રોજિંદા જીવન માટે રાહતરૂપ રહેશે. જોકે, આ પલટો કામચલાઉ છે અને નવેમ્બરના અંતિમ તબક્કાથી વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. વળી બીજી તરફ હવામાન વિભાગના તાજા અહેવાલો મુજબ, રાજ્યના 5 મુખ્ય શહેરોમાં પારો 15°Cથી નીચે ઉતરી ગયો છે, જેમાં ખાસ કરીને દાહોદમાં 12°C, ડાંગમાં 12.8°C, અને રાજધાની ગાંધીનગરમાં 14.5°C જેટલું નીચું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ રાત્રીના સમયે ઠંડકનું પ્રમાણ વધ્યું છે.

Advertisement

અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશરની સંભાવના

શિયાળાની શરૂઆતમાં જ ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં મોટી હવામાન ગતિવિધિઓની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 19 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પ્રેશર (હળવું દબાણ) સર્જાઈ શકે છે. આ પછી, 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં સાયક્લોન (ચક્રવાત)ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમુદ્રમાં સર્જાતી આ પ્રવૃત્તિઓને કારણે મુખ્યત્વે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. જોકે આ સિસ્ટમ્સ ગુજરાતને સીધી અસર કરે તેવી સંભાવના ઓછી છે, તેમ છતાં તેમની પરોક્ષ અસરને કારણે નવેમ્બરના અંતિમ તબક્કામાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે.

Advertisement

ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો પ્રારંભ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલનું હવામાન ગુજરાતના ખેડૂતો માટે અત્યંત સાનુકૂળ સાબિત થઈ રહ્યું છે. રાજ્યમાં પ્રવર્તતું શુષ્ક વાતાવરણ અને તાપમાનમાં થતો સામાન્ય ફેરફાર રવિ પાકો જેવા કે ઘઉં, ચણા, જીરું અને રાયડોના વિકાસ માટે આદર્શ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. જોકે, ઠંડીને માણનારા લોકો માટે સારા સમાચાર છે કે, અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં વધારે ઠંડી પડવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે, ક્રિસમસના તહેવાર પછી ગુજરાતમાં શિયાળો તેના સંપૂર્ણ જોશમાં જામશે અને રાજ્યના અનેક ભાગોમાં લોકોને શીત લહેરનો અનુભવ થઈ શકે છે.

આ પણ વાંચો :   નવરાત્રિ બાદ શું હવે Diwali પર પણ વરસાદનું સંકટ? Ambalal Patel ની આગાહી

Tags :
Advertisement

.

×