Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો, શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે?

Ahmedabad Flower Show: AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો છે. આંકડાની વાત કરવામાં આવે તો, સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે.
amc દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો  શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે
Advertisement
  1. સોમથી શુક્ર દરમિયાન 70 રૂપિયા પ્રવેશ ફી લેવાશે
  2. શનિવાર અને રવિવારે 100 રૂપિયા પ્રવેશ ફી લેવાશે
  3. સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવા માટે ખાસ વ્યવસ્થા

Ahmedabad Flower Show: અમદાવાદ શહેર અનેક પ્રકારની વસ્તુઓ માટે જાણીતું છે, અહીં લોકો રહેવા માટે તો આવે જ છે પરંતુ ફરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. અમદાવાદમાં ફેમસ ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એટલું જ નહીં પરંતુ ફ્લાવર શોના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પણ છલતી હોય છે. પરંતુ આ વખતે લોકોને અમદાવાદના આ ફેમસ ફ્લાવર શોમાં જવું મોંઘું પડવાનું છે.

આ પણ વાંચો: Ahmedabad: કામનું જે થવું હોય એ થાય! કહેવાતા નગરસેવકો પ્રજાના પૈસે શ્રીનગર જઈ મોજ કરશે

Advertisement

સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે

અહેવાલો એવા મળ્યાં છે કે, શહેરના ફેમસ ફ્લાવર શોમાં લોકોના ખીસા ખાલી થવાના છે. AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો છે. આંકડાની વાત કરવામાં આવે તો, સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે. જ્યારે શનિવાર અને રવિવારે 100 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે. આ પહેલા પ્રવેશ ફી ઓછી હતી, એટલે મોટી સખ્યામં લોકો આવતા હતાં. નોંધનીય છે કે, ગત વર્ષે સોમવારથી શુક્રવાર દરમિયાન 50 રૂપિયા ફી લેવામાં આવી હતી. જ્યારે ગત વર્ષે શનિવાર અને રવિવારે 75 રૂપિયા ફી લેવામાં આવતી હતી.

Advertisement

આ પણ વાંચો: Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર

સોમથી શુક્રના 20 અને શનિથી રવિમાં 25 રૂપિયાનો વધારે

નોંધનીય છે કે, સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ફીની વાત કરવામાં આવે તો, રૂપિયા 500ની પ્રવેશ ફી આપી ખાસ લાઈનમાં પ્રવેશ અપાશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શું આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો આવશે? કેમ કે અત્યારે સોમવારથી શુક્રવારની પ્રવેશ ફીમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે શનિવારથી રવિવારની ફીમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે ફ્લાવર શોના ખર્ચમાં પણ વધારો થશે તેવા પણ અહેવાલો સામે આવ્યાં છે.

આ પણ વાંચો: Gir Somnath: ઇકો ઝોનનો મામલો ગરમાયો, વિરોધ માટે ગીર પંથકમાં યોજાઈ રહી છે ખાટલા બેઠક

Tags :
Advertisement

.

×