ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rath Yatra 2025 : કામગીરી સમયે AMC ની ઘોર બેદરકારી! રથયાત્રા અંગે ઋષિકેશ પટેલનું નિવેદન

જે બાલ્કનીમાં શ્રમિકો ઊભા હતા તે બાલ્કની જ જર્જરિત જોવા મળી. મકાનો ઉતારતા જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?
07:50 PM Jun 18, 2025 IST | Vipul Sen
જે બાલ્કનીમાં શ્રમિકો ઊભા હતા તે બાલ્કની જ જર્જરિત જોવા મળી. મકાનો ઉતારતા જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?
Rathyatra_gujarat_first main
  1. અમદાવાદમાં 148 મી રથયાત્રાને લઈને AMC તંત્રની ઘોર બેદરકારી! (Rath Yatra 2025)
  2. જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી દરમિયાન બેદરકારીનાં દ્રશ્યો
  3. શ્રમિકો જે બાલ્કનીમાં ઉભા છે તે જ બાલ્કની છે જર્જરિત
  4. મકાનો ઉતારતા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?
  5. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
  6. રથયાત્રાનો નિર્ણય મંદિર પ્રશાસન પર છોડ્યોઃ ઋષિકેશ પટેલ

Rath Yatra 2025 : અમદાવાદમાં 148 મી રથયાત્રાને લઈ AMC તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી છતી થઈ. શ્રમિકોને કોઈપણ સુરક્ષા સાધનો આપ્યા વગર જ મકાન ઉતારવા ચઢાવાયા હતા. જે બાલ્કનીમાં શ્રમિકો ઊભા હતા તે બાલ્કની જ જર્જરિત જોવા મળી. મકાનો ઉતારતા જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? બીજી તરફ રથયાત્રાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) મોટું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Botad : લાઠીદડ ગામે નદીમાં કાર તણાયાનો મામલો, લાપતા 5 નાં મૃતદેહ મળ્યા

જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી દરમિયાન બેદરકારીનાં દ્રશ્યો!

અમદાવાદમાં 148 મી રથયાત્રાને (Rath Yatra 2025) લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઘોર બેદરકારીનાં દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી અનુસાર, રંગાટીબજારમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે, શ્રમિકોને કોઈપણ સુરક્ષા સાધનો આપ્યા વગર જ મકાન ઉતારવા ચઢાવાયા હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. શ્રમિકો જે બાલ્કનીમાં ઊભા હતા તે જ બાલ્કની જર્જરિત જોવા મળી હતી.

આ પણ વાંચો - Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ઉદેપુરથી ઝડપાયો

રાજ્ય સરકાર મંદિર પ્રશાસનનાં નિર્ણય સાથે છે : ઋષિકેશ પટેલ

જર્જરિત બાલ્કની તોડી પાડવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. બાલ્કની તોડતા સમયે શ્રમિકો પાસે કોઈ સુરક્ષા સાધનો જોવા મળ્યા નહોતા. મકાનો ઉતારતા જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? જણાવી દઈએ કે, રથયાત્રા રૂટમાં આવેલા જર્જરિત મકાનોને તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ, રથયાત્રા યોજાશે કે કેમ ? તે અંગે રાજ્ય સરકારનાં પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રથયાત્રાનો નિર્ણય મંદિર પ્રશાસન પર છોડ્યો છે. વર્તમાન પરિસ્થિતિ અનુરૂપ મંદિર પ્રશાસન નિર્ણય લેશે. રાજ્ય સરકાર મંદિર પ્રશાસનનાં નિર્ણય સાથે છે.

આ પણ વાંચો - Gandhinagar : કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક દિવાલ ધસી પડી, 3 દટાયા, એકનું મોત

Tags :
148th Rath YatraAhmedabadAhmedabad 148th Rath YatraAMCGUJARAT FIRST NEWSRath Yatra 2025Rushikesh PatelShree Jagannathji Mandir Trust AhmedabadTop Gujarati News
Next Article