Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે કઈ જન્મ તારીખ રહેશ માન્ય?

Gujarat High Court important verdict: ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં.
gujarat  જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો  હવે કઈ જન્મ તારીખ રહેશ માન્ય
Advertisement
  1. જન્મના પ્રમાણપત્રમાં સુધારા અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  2. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્યઃ ગુજરાત હાઈકોર્ટ
  3. જન્મ-મરણ નોંધણીના રજીસ્ટરની તારીખ માન્ય ગણાશેઃ ગુજરાત હાઈકોર્ટ

Gujarat High Court important verdict: જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકોને સરકારી કચેરીઓની ધક્કા ખાવા પડતાં હોય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય’.

આ પણ વાંચો: Gujarat: સરકારી નોકરી વાંચ્છુકો માટે માઠા સમાચાર, વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ્દ

Advertisement

આધાર, પાન, લાયસન્સમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં

ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વાત કરવામાં આવે તો, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ માન્ય તારીખ ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હોસ્પિટલો દ્વારા આપમાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: જોડિયાના બાલંભા પાટિયા પાસે બની હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોના મોત

જન્મના દાખલામાં તારીખ સુધારાની અરજી ફગાવી

નોંધનીય છે કે, જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામા આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટનો આ હુકમની દૂરોગામી અસર હશે. હવે આધાર, પાન, લાયસન્સમાં કરાવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે.જો આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×