Amit Shah in Gujarat : 31 ઓગસ્ટે અમદાવાદ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જાણો કાર્યક્રમ
- દેશનાં ગૃહમંત્રી અમિત શાહ 31 ઓગસ્ટે અમદાવાદ આવશે. (Amit Shah in Gujarat)
- અમદાવાદ શહેરમાં અનેક વિકાસ કામોનાં લોકાર્પણ કરશે
- ઓગણજ તેમ જ વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે
- ઘાટલોડિયા, સાબરમતી, સ્ટેડિયમ વોર્ડમાં વૃક્ષારોપણ કરશે
Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 30 અને 31 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદની મુલાકાત લેશે. અમદાવાદમાં 31 ઓગસ્ટનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ઓગણજ તેમ જ વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. જ્યારે ઘાટલોડિયા, સાબરમતી, સ્ટેડિયમ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ પણ લેશે.
આ પણ વાંચો- Rajkot : જેતપુરમાં તેલથી ભરેલા ટેન્કરે પલટી મારી અને પછી લોકોએ જે કર્યું તે જાણી ચોંકી જશો!
31 ઓગસ્ટે દેશનાં ગૃહમંત્રી Amit Shah અમદાવાદ આવશે
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદની મુલાકાતે (Amit Shah in Ahmedabad) આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 31 ઓગસ્ટનાં રોજ અમદાવાદ પધારશે. દરમિયાન, તેઓ કોરોડનાં વિકાસકામોની શહેરીજનોને ભેટ આપશે. ઓગણજ તેમ જ વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે.
આ પણ વાંચો- Una : જુના સિક્કા અને ચલણી નોટોથી બનેલો 25 ફૂટનો હાર ગણપતિ બાપાને કરાશે અર્પણ
ઓગણજ તેમ જ વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે
ઉપરાંત, ઘાટલોડિયા, સાબરમતી, સ્ટેડિયમ વોર્ડમાં યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. અમદાવાદનાં પ્રવાસ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિર (Bhadrakali Temple) દર્શન કરવા જશે. ત્યાર બાદ લાલ દરવાજા પાસે ટોરેન્ટ પાવર દ્વારા તૈયાર કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ કરશે.
આ પણ વાંચો- સેવન્થ ડે શાળા છોડવા લાગ્યા વિદ્યાર્થીઓ; વાલીઓએ અન્ય શાળામાં પ્રવેશ માટે શરૂ કરી પૂછપરછ


