Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BRTS કોરિડોર માં અકસ્માત, બાઈક સવારે મહિલાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો

BRTS કોડીડોરમાં અકસ્માત થયો છે. ન્યૂ મણિનગરમાં રહેતા શ્રધાબેન ઠક્કર CTMથી કૃષ્ણનગર જવા સ્ટેશન જતા હતા ત્યારે બાઈક સવાર દ્વારા અડફેટે લેતાં અકસ્માત થયો. BRTS કોરિડોરમાં ખાનગી વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં ખાનગી વાહનની અવર જવર મોટા પ્રમાણ માં હોય છે. આ ઉપરાંત દૃશ્યોમાં રખડતા ઢોર પણ BRTS કોરિડોર માં ફરતાં દેખાઈ રહ્યા છે. સદનસીબે શ્રદ્ધા બેનને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી પરંતુ BRTS
brts કોરિડોર માં અકસ્માત  બાઈક સવારે મહિલાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો
Advertisement
BRTS કોડીડોરમાં અકસ્માત થયો છે. ન્યૂ મણિનગરમાં રહેતા શ્રધાબેન ઠક્કર CTMથી કૃષ્ણનગર જવા સ્ટેશન જતા હતા ત્યારે બાઈક સવાર દ્વારા અડફેટે લેતાં અકસ્માત થયો. BRTS કોરિડોરમાં ખાનગી વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં ખાનગી વાહનની અવર જવર મોટા પ્રમાણ માં હોય છે. આ ઉપરાંત દૃશ્યોમાં રખડતા ઢોર પણ BRTS કોરિડોર માં ફરતાં દેખાઈ રહ્યા છે. સદનસીબે શ્રદ્ધા બેનને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી પરંતુ BRTS કોરિડોરમાં ખાનગી વાહનો માટે પ્રતિબંધનો કડક અમલ કરવા તંત્ર દ્વારા કરવામાં આવે.
ના ફક્ત અમદાવાદ પરંતુ ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. રોડ પર રખડતાં ઢોર અને બેફામ પણે અવરજવર કરતાં વાહનોને કારણે રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે છે. અમદાવાદ શહેરમાં આજે સવારે સિટીએમ BRTS કોરિડોરમાં એક મહિલાને પુરપાટ આવતા બાઈક ચાલકે અડફેટે લીધી હતી. જેમાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી.
આ ઘટનાને લઈ આસપાસના લોકોએ ભેગા થઈને મહિલાને સાચવી 108નો સંપર્ક કર્યો હતો અને મહિલાને 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. .. ઇજાગ્રસ્ત શ્રદ્ધા બેન આ કોરિડોરમાંથી પસાર થતાં હતાં ત્યારે સામેથી પુરપાટ આવતા બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતાં. બાઈકની ટક્કરથી શ્રદ્ધાબેનના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાં જ ત્યાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને શ્રદ્ધાબેનને બેઠા કર્યા હતાં. ત્યાર બાદ લોકોએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને 108માં જ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×