Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો

અહેવાલ- પ્રદિપ કચીયા,અમદાવાદ તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોધાતા હવે આશિષની મુશ્કેલી વધી છે. હાલમાં બોપલ પોલીસે શિવ આશિષ સ્કૂલની ફરિયાદ આધારે આશિષ કંજારીયા વિરુદ્ધ ખંડણી અને ધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જોકે...
તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો
Advertisement

અહેવાલ- પ્રદિપ કચીયા,અમદાવાદ

તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોધાતા હવે આશિષની મુશ્કેલી વધી છે. હાલમાં બોપલ પોલીસે શિવ આશિષ સ્કૂલની ફરિયાદ આધારે આશિષ કંજારીયા વિરુદ્ધ ખંડણી અને ધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જોકે અત્યાર સુધીમાં તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ સાથ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

Advertisement

Advertisement

તોડબાજ અને RTE એક્ટિવિસ્ટ આશિષ કંજારીયાનો ફુગ્ગો હવે ફુટી ગયો છે.આશિષ કંજારીયા વિરુદ્ધ હવે સાતેક ફરિયાદ નોંધાઈ છે. અગાઉ બોપલની શ્રીરામ વિદ્યાલય ને બદનામ કરવાની ધમકી આપવા બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે અંગે તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચ પાસેથી આશિષ કંજારીયા ની કસ્ટડી મેળવી છે. જોકે સ્કૂલ સંચાલકોને સ્કૂલ બહાર વાલીઓનો વિરોધ પ્રદર્શન કરાવવા અને સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો આરોપ આશિષ કંજારીયા સામે વધુ એક આરોપ લાગ્યો છે. એટલું જ નહીં બોપલ પોલીસે આશિષની પ્રાથમિક પૂછપરછ કરતા નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશિષનો પુત્ર છેલ્લા 8 વર્ષથી ફી ભર્યા વગર ભણાવતો અને શિવ આશિષ સ્કૂલ ના સંચાલકો પાસેથી 2.78 લાખ રૂપિયા પડાવ્યા હતા.

આરોપી આશિષ કંજારીયાની ધરપકડ કરી તપાસ કરતા હકીકત એ પણ સામે આવી કે, આશિષનો પુત્ર બોપલની શિવ આશિષ શાળામાં અભ્યાસ કરતો હતો. એટલું જ નહીં પણ માહિતીના આધારે પૂરતા પુરાવા એકઠા કરી કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ શ્રી રામ વિદ્યાલયના ટ્રસ્ટી એ પાસેથી પણ આશિષ કંજારીયા એ પોતે પત્રકાર હોવાનું કહી અને ટૉચર બન્ધ કરવા બંલ વાર્ષિક 50 હજારની માંગણી કરી હતી. માટે આગામી સમયમાં આશિષ વિરુદ્ધ વધુ ગુના દાખલ થાય તો નવાઈ નહીં.

આ પણ  વાંચો- દુબઈ ખાતે ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યુ

Tags :
Advertisement

.

×