અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં હવે આજથી માસ્ક ફરજિયાત
કોરોનાના કેસો વધતાં હવે માસ્ક સહિત કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન થાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો માસ્ક નહીં પહેર્યું હોય તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાની ત્રણ લહેર બાદ છેલ્લા થોડા સમયથી માસ્ક સામે ઢીલાશ દાખવવામાં આવી રહી હતી અને લોકોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું લગભગ બંધ કરી દીધું હતું. જો કે હવે કોરોà
Advertisement
કોરોનાના કેસો વધતાં હવે માસ્ક સહિત કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન થાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો માસ્ક નહીં પહેર્યું હોય તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાની ત્રણ લહેર બાદ છેલ્લા થોડા સમયથી માસ્ક સામે ઢીલાશ દાખવવામાં આવી રહી હતી અને લોકોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું લગભગ બંધ કરી દીધું હતું. જો કે હવે કોરોનાના કેસમાં વધારો થતાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવાયું છે.
અમદાવાદમાં આજથી માસ્ક ફરજિયાત કરી દેવાયું છે અને કોવિડના નિયમનોનું આજથી ચુસ્ત પાલન કરાવવામાં આવશે. અમદાવાદના તમામ જાહેર સ્થળો, મોલ, મલ્ટીપ્લેક્સ પર AMC દ્વારા ચેકિંગ કરવામાં આવશે. કોરોનાના કેસ વધતા હવે મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટિંગ ડોમ પણ શરુ કરાયા છે.
રેલવે અને એસ.ટી સ્ટેન્ડ પર ટેસ્ટિંગ ડોમ શરુ કરાયા છે અને શંકાસ્પદ મુસાફરોના કોરોનાના ટેસ્ટિંગ શરુ કરાયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 242 કેસ નોંધાયા છે. માસ્કની સાથે કોવિડના નિયમનોનું આજથી ચુસ્ત પાલન કરવામાં આવશે.
રાજ્યના આરોગ્યમત્રી ઋષીકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ જરુરી છે. આ બંને ગાઇડ લાઇન ચાલું જ છે તેમ તેમણે જણાવ્યું હતું


