કોફી શોપ અને રેસ્ટરોમાં તમને કોઈ સ્વરૂપવાન મહિલા કોઈ કારણવગર રૂપિયા આપે તો ચેતી જજો..
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્ઝનું ચલણ અને તેમાંય એમ.ડી ડ્રગ્ઝનું બોલબાલા વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મોટેભાગે ગુજરાતમાં ડ્રગ્ઝનો જથ્થો દરિયાઈ માર્ગે અથવા તો મુંબઈથી ગુજરાતમાં લાદવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ એસોઓજી ક્રાઇમે આવી જ એક ડ્રગ્ઝ સિન્ડિકેટની કમર તોડી નાખી છે. તેની સાથે સાથે ડ્રગ્ઝ ખરીદનાર એવા નાના મોટા થઈને કુલ 100 લોકોના ગ્રાહકો વાàª
Advertisement
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્ઝનું ચલણ અને તેમાંય એમ.ડી ડ્રગ્ઝનું બોલબાલા વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મોટેભાગે ગુજરાતમાં ડ્રગ્ઝનો જથ્થો દરિયાઈ માર્ગે અથવા તો મુંબઈથી ગુજરાતમાં લાદવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ એસોઓજી ક્રાઇમે આવી જ એક ડ્રગ્ઝ સિન્ડિકેટની કમર તોડી નાખી છે. તેની સાથે સાથે ડ્રગ્ઝ ખરીદનાર એવા નાના મોટા થઈને કુલ 100 લોકોના ગ્રાહકો વાળી ડાયરી પણ તપાસ એજન્સીએ કબ્જે કરી છે. અને પોલીસનું ચોક્કસથી માનવું છે કે, આ લાલ કલરની ડાયરીમાં મોટે ભાગે જે લોકોના નામ અને નંબર લખેલા છે તે તમામ લોકો ગ્રાહકોને હવે એસઓજી ક્રાઇમ દ્વારા રેહેબેલીટી સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
એસઓજી ક્રાઇમ બ્રાન્ચે રહેનુમા ખાન ઉર્ફે સિઝા નામની મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ શહેરમાં ખાનપુર વિસ્તારમાંથી કરી લીધી છે. ગિરફતમાં આવેલી રહેનુમા મુંબઈથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો લાવતી હતી અને હોટલ અને કેફે શોપમાં યુવાનોને સપ્લાય કરતી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એસઓજી ક્રાઇમે રહેનુમા ઉર્ફે સિઝા શાહબાઝ ખાન પઠાણ, જૈનિષ દેસાઈ, અંકિત શ્રીમાળી આ તમામની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. એસઓજી ક્રાઇમે 2.96 લાખ રૂપિયાનું 29 ગ્રામ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો કબ્જે કરીને મહિલા સહિત ચારે લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ખાનપુર વિસ્તારમાં એક ગાડીમાંથી આ ચારેય લોકોની ધરપકડ એસઓજી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે, મહિલા આરોપી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અનેક વખત મુંબઈથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો લાવી ચુકી છે. સ્વરૂપવાન મહિલા સિઝા અમદાવાદમાં આવી મોંઘીદાટ હોટલોમાં રોકાતી હતી અને રાત્રે એસ.જી હાઇવે અને સિંધુ ભવન રોડ પર આવેલા કોફી શોપ અને રેસ્ટરોમાં જતી હતી અને ત્યાં આવતા યુવાનો સાથે મિત્રતા કેળવતી હતી અને બાદમાં ઉછીના રૂપિયા આપતી હતી અને જ્યારે સામેવાળો વ્યક્તિ રૂપિયા આપી શકે નહીં ત્યારે તેને એમડી ડ્રગ્ઝની હેપ મારવા માટે મજબૂર કરવામાં આવતો હતો. આ રીતે ધીરે ધીરે રેહનુમાં ખાને પોતાના કસ્ટમરની લીસ્ટ લાંબુ કરતી જતી હતી, ઉલ્લેખનીય છે કે, એ તમામ લોકો પણ ડ્રગ્ઝના બંધાણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મહત્વનું છે કે, આ ગુનામાં પકડાયેલા આરોપી જૈનિષની પત્ની અમદાવાદની ખ્યાતનામ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે અને નવરંગપુરા જેવા વિસ્તારમાં વૈભવી બંગલો પણ ધરાવે છે અને આજ બંગલામાં બેસીને રહેનુમા અને શાહબાઝ ખાન પઠાણ જૈનિષને ડ્રગ્ઝ વેચવા માટે મજબૂર કરતા હોવાનો ચોંકાવનારી બાબતો સામે આવી છે. અને આ ચૂંગલમાંથી છૂટવા માટે થઈને જૈનિષે પોતાના પરિવાર પાસેથી લાખો રૂપિયા રહેનુમા ઉર્ફે સિઝા અને શાહબાઝને આપ્યા હોવાનુ સામે આવી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


