Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharatkool Chapter-2 : ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર DyCM હર્ષભાઈના વિરોધીઓ પર પ્રહાર!

ગુજરાત યુનિવર્સિટી ખાતે 'ભારતકૂલ અધ્યાય–2' ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 3 દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ કલા, સાહિત્ય, સંગીત અને સંવાદનાં કાર્યક્રમો યોજાયા.આ કાર્યક્રમો થકી ભારતની સાંસ્કૃતિક ઓળખને જીવંત-સંરક્ષિત કરવાનો હેતું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત DyCM હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, મારી સાથે ફોટો હોય તેવા આરોપીઓને પણ જેલના સળિયા ગણાવ્યા.
bharatkool chapter 2   ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર dycm હર્ષભાઈના વિરોધીઓ પર પ્રહાર
Advertisement
  1. ગુજરાત યુનિવર્સિટી ખાતે 'Bharatkool Chapter-2' ફેસ્ટિવલ
  2. કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે સેશન
  3. "2030 ની સૌ પ્રથમ કોમનવેલ્થની યજમાની અમદાવાદને મળી"
  4. ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર DyCM હર્ષભાઈ સંઘવીના વિરોધીઓ પર પ્રહાર
  5. જ્યારે તમે સત્તામાં બેસ્યા હો ત્યારે આરોપ-પ્રતિઆરોપ ચાલ્યા કરે : DyCM હર્ષભાઈ સંઘવી

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી ખાતે 'ભારતકૂલ અધ્યાય–2' ફેસ્ટિવલનું (Bharatkool Chapter-2) આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendrabhai Patel) અધ્યક્ષસ્થાને 3 દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વારસા-ધર્મના શાશ્વત મૂલ્યોને ઊજવવાની પહેલ કરવામાં આવી. ઉત્સવ કલા, સાહિત્ય, સંગીત અને સંવાદનાં કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમો થકી ભારતની સાંસ્કૃતિક ઓળખને જીવંત-સંરક્ષિત કરવાનો હેતું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત DyCM હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshabhai Sanghvi) કહ્યું કે, વર્ષ 2030 ની સૌ પ્રથમ કોમનવેલ્થની યજમાની અમદાવાદને મળી. યજમાની બદલ અમદાવાદી, ગુજરાતીઓ અને ભારતીયોને અભિનંદન. આ જાહેરાત નથી થઈ, આની શરૂઆત 2010 માં થઈ હતી.

મારી સાથે ફોટો હોય તેવા આરોપીઓને પણ જેલના સળિયા ગણાવ્યા : DyCM હર્ષભાઈ સંઘવી

ભારતકૂલ અધ્યાય–2' ફેસ્ટિવલ (Bharatkool Chapter-2) કાર્યક્રમ દરમિયાન DyCM હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, નાનામાં નાની બીમારી થતી હોય તો તે ડસ્ટથી થાય છે. એસ.જી. હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનો અમારો સંકલ્પ છે. આ રોડને દેશનો નંબર વન રોડ બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર DyCM હર્ષભાઈ સંઘવીએ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, 'મારી સાથે ફોટો હોય તેવા આરોપીઓને પણ જેલના સળિયા ગણાવ્યા. પરંતુ, અમુક લોકો આને નેગેટિવ પોઈન્ટ માનતા હશે હું પોઝિટિવ લઉ છું. મારી સાથે ફોટો પડાવવાનું કહે તો હું ના પાડીશ, કે હું ઈગોઈસ્ટ છું. ફોટો પડાવી લઉ અને પછી તે ખોટું કામ કરે તો હું કેમનો દોષી?'

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચાર યોજના અંતર્ગત સ્કોલરશીપનું વિતરણ

Bharatkool Chapter-2, ''સમજવાનો વિષય છે કે રાજ્ય પોલીસ કેટલી ગંભીરતાથી કામ કરે છે'

DyCM હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshabhai Sanghvi) આગળ કહ્યું કે, 'સમજવાનો વિષય છે કે રાજ્યની પોલીસ કેટલી ગંભીરતાથી કામ કરે છે. હું ના પાડું કે મારી સાથે ફોટો છે તો પોલીસ (Gujarat Police) તે વ્યક્તિને પકડશે? અમે હંમેશા ડ્રગ્સ વેચવા વાળાને પકડીએ છીએ પીવા વાળાને નહીં. તમે સરવે કરશો તો ખબર પડશે કે અમે ડ્રગ્સ પીવા વાળાને હજી પણ નથી પકડતા. એમ તેમનું જીવન બરબાદ કરવા નથી માંગતા, સુધારવા માંગીએ છીએ.' DyCM એ કહ્યું કે, 'જ્યારે તમે સત્તામાં બેસ્યા હો ત્યારે આરોપ પ્રત્યારોપ ચાલ્યા કરે. ડ્રગ્સના મુદ્દાને જાણીજોઈને રાજકીય મુદ્દો બનાવવામાં આવે છે. મારા વિપક્ષનાં સાથીઓ પણ આ પ્રકારના નિવેદન આપતા હોય છે. પરંતુ, મને કોઈ ફર્ક નહીં પડે કેમકે હું મારા રાજ્ય માટે દિલથી લડી રહ્યો છું.'

આ પણ વાંચો - સાબરમતી રિવર ફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ, ફ્લાવર શોની તૈયારીઓમાં જોડાયું તંત્ર

Tags :
Advertisement

.

×