Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાંત્રિક વિધિના નામે મહિલા સાથે છેડતી, પતિ-દીકરાને બહાર મોકલી મહિલાને નિર્વસ્ત્ર કરી ભુવાએ કર્યું ગંદુ કામ

અમદાવાદમાં વધુ એક મહિલા સાથે છેડતીની ઘટના બની છે. જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા સાથે તેના જ પતિના મિત્ર ભુવાએ છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આર્થીક પરિસ્થિતી સારી ન હોવાથી મહિલાના પતિએ મિત્રની મદદ લીધી પણ તેણે અંધવિશ્વાસમાં આવેલા મિત્રની પત્નિનો ગેરલાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.-કામધંધો વ્યવસ્થીત ન ચાલતા ભુવા સાથે કરી વાતવસ્ત્રાલ વિસ્તારમાં રàª
તાંત્રિક વિધિના નામે મહિલા સાથે છેડતી  પતિ દીકરાને બહાર મોકલી મહિલાને નિર્વસ્ત્ર  કરી ભુવાએ કર્યું ગંદુ કામ
Advertisement
અમદાવાદમાં વધુ એક મહિલા સાથે છેડતીની ઘટના બની છે. જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા સાથે તેના જ પતિના મિત્ર ભુવાએ છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આર્થીક પરિસ્થિતી સારી ન હોવાથી મહિલાના પતિએ મિત્રની મદદ લીધી પણ તેણે અંધવિશ્વાસમાં આવેલા મિત્રની પત્નિનો ગેરલાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.
-કામધંધો વ્યવસ્થીત ન ચાલતા ભુવા સાથે કરી વાત
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી મહિલાના પતિ સ્કુલ બસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાને સંતાનમાં એક 21 વર્ષનો દીકરો છે. વસ્ત્રાલ રતનપુરા ગામમાં રહેતા પ્રવિણસિંહ ગૌર મહિલાના પતિ સાથે સ્કૂલ  વાન ચલાવતા હોવાથી પરિચયમાં છે. પ્રવિણસિંહ પોતે માતાજીના ભુવા હોવાનુ જણાવતો હતો. મહિલાના પતિને ઘણા સમયથી કામધંધો વ્યવસ્થીત ચાલતો ન હોવાથી મહિલાના પતિએ કઈંક નડતર હશે તેવુ લાગતા પ્રવિણસિંહ સાથે વાત કરી હતી.
                         પ્રતીકાત્મક તસ્વીર 
- મહિલા પરથી લીંબુ ઉતારી  પતિ અને દિકરાને મોકલ્યા બહાર
રવિવારના રોજ રાતના સમયે મહિલા પતિ અને દીકરા સાથે ઘરે હાજર હતા તે સમયે પ્રવિણસિંહ ગોર તાંત્રિક વિધિ કરવા માટે મહિલાના ઘરે આવ્યો હતો અને રાતના સમયે ઘરમાં બેડરૂમમાં પ્રવિણસિંહે પતિ-પત્નિ અને દીકરાને બેસાડી મહિલા પરથી લીંબુ ઉતારી તે લીંબુ ચાર રસ્તા પર નાખવા માટે મહિલાના પતિ અને દીકરાને આપી ચાર રસ્તે મોકલ્યા હતા.
- મહિલાને નિવસ્ત્ર કરી કર્યું ગંદુ કામ
મહિલાનો પતિ અને દીકરો ઘરની બહાર જતા જ મહિલા અને ભુવા પ્રવિણસિંહ એકલા હાજર હતા તે સમયે પ્રવિણસિંહ ગોરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી મહિલાના શરીરે હાથ ફેરવવાનું શરૂ કરી અડપલાં શરૂ કર્યા હતા. મહિલા બુમાબુમ કરવા જતા ભુવાએ મહિલાનુ મો દબાવી બાથ ભરી મહિલાના કપડા ઉતારી નાખ્યા હતા. જે બાદ મહિલાએ પ્રવિણસિંહને ધક્કો મારી દૂર કર્યો હતો અને કપડા પહેરી રૂમનો દરવાજો ખોલીને બહાર ભાગી હતી. જે બાદ પ્રવિણસિંહ ઘરેથી જતો રહ્યો હતો.
- રામોલમાં મહિલાએ નોંધાવી ફરિયાદ
થોડી વારમાં મહિલાનો પતિ અને દીકરો ઘરે આવતા તેણે સમગ્ર ઘટનાની જાણ પતિને કરી હતી અને તે સમયે સોસાયટીના સભ્યો પણ ભેગા થઈ જતા આ મામલે પોલીસને જાણ કરવામા આવી હતી. આ ઘટના અંગે રામોલ પોલીસે પ્રવિણસિંહ ગોર સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×