Khyati Hospital Scam માં સૌથી મોટા સમાચાર, ફરાર ડો. રાજશ્રી કોઠારી રાજસ્થાનથી ઝડપાઈ
- અમદાવાદની Khyati Hospital Scam ને લઇ મોટા સમાચાર
- ખ્યાતિ હોસ્પિટલની ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરાઈ
- રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી
અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને આ કેસની તપાસમાં મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલનાં કૌભાંડનો પર્દાફાશ થયા બાદથી ફરાર ડો. રાજશ્રી કોઠારી હવે પોલીસ પકડમાં છે. ફરાર ડો. રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી (Rajasthan) ધરપકડ કરી છે.
આ પણ વાંચો - Ahmedabad : Hospital માં દવાનાં નામે ઉઘાડી લૂંટ પર લાગશે લગામ! પણ એક વાસ્તવિકતા આવી પણ છે!
Khyati Hospital Ahmedabad : ખ્યાતિ કાંડ મામલે સૌથી મોટા સમાચાર | Gujarat First#KhyatiHospitalAhmedabad #KhyatiScandal #DrRajshreeKothari #CrimeBranch #HospitalControversy #Rajasthan #Arrest #Gujaratfirst pic.twitter.com/ceeCFHv9z7
— Gujarat First (@GujaratFirst) December 14, 2024
રાજસ્થાનથી ડો. રાજશ્રી કોઠારીની ધરપકડ કરાઈ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ (Khyati Hospital Scam) સામે આવ્યા બાદથી હોસ્પિટલની ડોક્ટર રાજશ્રી કોઠારી ફરાર હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ કરી બાતમીનાં આધારે ડો. રાજશ્રી કોઠારીની (Dr. Rajshree Kothari) રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. પોલીસની આંખમાં ધૂળ નાંખી ફરાર ડો.રાજશ્રી કોઠારીની ધરપકડ થતાં હવે પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -Ahmedabad : CTM વિસ્તાર પાસે છરીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની હત્યા
ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓનાં મોત નીપજ્યા હોવાનો ખુલાસો!
જણાવી દઈએ કે, તપાસમાં અગાઉ એવો ખુલાસો થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) અત્યાર સુધી 112 દર્દીઓનાં મોત નીપજ્યા છે. જ્યારે, છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલમાં 8534 દર્દીઓને સારવાર લીધી હતી, જેમાંથી 3842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર લીધી હતી. હોસ્પિટલનાં સંચાલકોએ નાણાકીય ભંડોળને અલગ રીતે દર્શાવ્યો હતો અને રૂ. 1.50 કરોડની ખોટ બતાવી હતી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભ લીધો હોવાનો પણ હોસ્પિટલ સંચાલકો પર આરોપ છે.
આ પણ વાંચો -Surat : સુરતીઓ આનંદો! મુસાફરોની સુવિધામાં થયો વધારો, રાજ્ય સરકારે આપી આ ખાસ ભેટ


