BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી
- BZ Group Scam ના ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટથી ઝટકો
- અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
- ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજીને કોર્ટે ફગાવી
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપ (BZ Group Scam) નાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે (Ahmedabad Rural Sessions Court) કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં (Bhupendrasinh Zala) વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું હતું કે, જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામને નાણાં સમયસર મળતા થઈ જશે.
આ પણ વાંચો - BZ Group Scam : જામીન અરજી પર સુનાવણી, ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વકીલે આપી આ ખાતરી!
અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને હજારો કરોડોનું મસમોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપ (BZ Group Scam) નાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટેમાં નિયમિત જામીન અરજી કરી હતી. જે અંગે બંને પક્ષની દલીલો પૂર્ણ થયાં બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યાર હવે એવી માહિતી સામે આવી છે કે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે કૌભાંડનાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) જામીન અરજી ફગાવી દીધી છે. આમ, ભૂપેન્દ્રસિંહ ઝાલાને વધુ સમય જેલના સળિયા પાછળ રહેવું પડશે.
આ પણ વાંચો - Mahakumbh માં મૃત્યુ પામનારનાં વતન પહોંચ્યા આરોગ્યમંત્રી, મૃતકનાં સાળાએ કહ્યું- સંઘમાં અમે નીકળ્યા પણ...
તમામને રૂપિયા પરત આપવામાં આવશે એવી અપાઈ હતી ખાતરી
જણાવી દઈએ કે, અગાઉ જામીન અરજી પર સુનાવણી દરમિયાન ભૂપેન્દ્ર સિંહ ઝાલાનાં વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ન થાય તે માટે જામીન (Regular Bail) આપવા જરૂરી છે. સરકારે એકાઉન્ટ બ્લોક કર્યા માટે રોકાણકારોને પૈસા મળતા બંધ થયાની રજૂઆત કરાઈ હતી. વકીલે ખાતરી આપતા કહ્યું કે, જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામનાં નાણાં સમયસર મળતા થઈ જશે.
આ પણ વાંચો - Junagadh : Video બતાવી લગાવ્યા ગંભીર આરોપ, જૂના અખાડા, મમતા કુલકર્ણી અંગે કહી આ વાત


