Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Modasa Accident: પુલ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત

Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી છે. જેમાં 40 ફૂટ ઊંડી નદીમાં કાર પડતા ચાર લોકોના મોત થયા
modasa accident  પુલ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત
Advertisement
  • Modasa Accident: માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી
  • 40 ફૂટ ઊંડી નદીમાં કાર પડતા ચાર લોકોના મોત
  • 3 લોકોના ઘટના સ્થળે મોત, એક યુવકનું સારવાર સમયે મોત

Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી છે. જેમાં 40 ફૂટ ઊંડી નદીમાં કાર પડતા ચાર લોકોના મોત થયા છે. 3 લોકોના ઘટના સ્થળે મોત અને એક યુવકનું સારવાર સમયે મોત થયુ છે. બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ઘટના બની છે. જેમાં સ્થાનિક પોલીસ, ASP સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

Modasa ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો

Modasa ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના 9:30 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના સહયોગ બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પરની છે. તથા ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

Advertisement

Advertisement

Modasa Accident: આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

Modasa Accident: આ ચાર લોકો મોડાસામાં મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. હાલ મોડાસા શહેરમાં રહેતા હતા. ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયરની ટીમ તેમજ સ્થાનિક પોલીસ તેમજ ASP સહીત ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Modasa Accident: અકસ્માતમાં જેમનું મોત થયું છે તેમના નામ

- વિશાલ રાજ
- આબીદ મોરડીયા
- કપિલ ઉપાધ્યાય
- દિપક મેવાડા

આ પણ વાંચો: Elon Musk એ શરતો માની, જાણો ભારતમાં Starlink ની સર્વિસ ક્યારે શરૂ થશે

Tags :
Advertisement

.

×