Chaitar Vasava : 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા થશે મુક્ત
- ધારાસભ્ય Chaitar Vasava અંતે આવશે જેલ બહાર
- 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ થશે મુક્તિ
- 3 દિવસના હંગામી જામીન પર મુક્ત થશે ચૈતર વસાવા
- વિધાનસભાનાં ચોમાસું સત્રમાં ભાગ લેવા મળ્યાં જામીન
- રાજપીપળા કૉર્ટે આપ્યાં 3 દિવસના હંગામી જામીન
Narmada : દેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) અંતે મોટી રાહત મળી છે. 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા આખરે હવે મુક્ત થશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં ભાગ લેવા જામીન મળ્યા હોવાનાં સમાચાર સામે આવ્યા છે. રાજપીપળા કૉર્ટે (Rajpipla Court) ધારાસભ્યને 3 દિવસના હંગામી જામીન આપ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : રૂપાલી સિનેમા પાસે ગમખ્વાર અકસ્માત, AMTS બસની અડફેટે વૃદ્ધનું મોત
3 દિવસના હંગામી જામીન પર મુક્ત થશે Chaitar Vasava
નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલકાનાં (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે મોટી રાહત મળી છે. છેલ્લા 2 મહિના અને 3 દિવસથી જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે હંગામી જામીન મળ્યા છે. રાજપીપળા કોર્ટે ધારાસભ્યને 3 દિવસનાં હંગામી જામીન આપ્યા છે. આગામી દિવસોમાં વિધાનસભામાં શરૂ થનારા ચોમાસા સત્રને ધ્યાને રાખી હંગામી જામીન આપવામાં આવ્યા હોવાની માહિતી છે. જણાવી દઈએ કે, દેડિયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીરા આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા અંતે આવશે જેલ બહાર
2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ થશે મુક્તિ
3 દિવસના હંગામી જામીન પર મુક્ત થશે ચૈતર વસાવા
વિધાનસભાના ચોમાસું સત્રમાં ભાગ લેવા મળ્યાં જામીન@Chaitar_Vasava @AAPGujarat #Gujarat #MLA #AAP #BigBreaking #ChaitarVasava #RajpiplaCourt #Dediapada… pic.twitter.com/jeUo7zT9Xi— Gujarat First (@GujaratFirst) September 1, 2025
આ પણ વાંચો - Seventh Day School : AMC ની તપાસમાં મોટો ઘટસ્ફોટ, લીઝ કરારનો થયો ભંગ!
દેડિયાપાડાનાં તાલુકા પંચાયતનાં પ્રમુખે કરી હતી ફરિયાદ
દેડિયાપાડાનાં તાલુકા પંચાયતનાં પ્રમુખને ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હોવાનાં આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈ, 2025 થી ચૈતર વસાવા જેલમાં છે. અગાઉ પણ ચૈતર વસાવા (Chaitar Vasava) દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા તેને નામંજૂર કરવામાં આવી હતી. જો કે, હવે હંગામી જામીન મળતા ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે.
આ પણ વાંચો - Bachu Khabad : સરકારી કાર્યક્રમો બાદ હવે વિધાનસભાનાં ચોમાસું સત્રથી પણ રખાશે દૂર!


