ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pariksha Pe Charcha 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે કર્યો સંવાદ

Pariksha Pe Charcha 2025: અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અન્વયે છાત્રો સાથે સંવાદ કર્યો હતો.
05:00 PM Feb 10, 2025 IST | VIMAL PRAJAPATI
Pariksha Pe Charcha 2025: અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અન્વયે છાત્રો સાથે સંવાદ કર્યો હતો.
Pariksha Pe Charcha 2025
  1. રાજ્યની 40 હજાર શાળાના 61.50 લાખ વિદ્યાર્થી સહભાગી
  2. બોર્ડની પરીક્ષા આપનારા 14.30 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
  3. બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે:પાનસેરિયા

Pariksha Pe Charcha 2025: અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘પરીક્ષા પે ચર્ચા’ (Pariksha Pe Charcha 2025) કાર્યક્રમ અન્વયે છાત્રો સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં ‘પરીક્ષા પે ચર્ચા’ની પહેલ કરેલી છે.

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ (Crystal International Public School)માં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી એ શાળાના વિધાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. સાથે જ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થયું હતું. આ કાર્યક્રમમાં કુલ 61.50 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનારા 14.30 લાખ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: Surat: હિટ એન્ડ રનના આરોપીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન, બે સગા ભાઈઓના થયા હતા મોત

વિધાર્થીઓ તણાવમુક્ત રહીને પરીક્ષા આપવા શીખ આપી

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની આ આઠમી શ્રેણી યોજાઇ હતી. પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’માં બોર્ડના વિધાર્થીઓ તણાવમુક્ત રહીને પરીક્ષા આપે તેવી શીખ આપી હતી. સાથે જ શિક્ષકો અને વાલીઓને પણ બાળકોને પ્રેશર ન આપવાની ટકોર કરી હતી. અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમમાં સીએમ સહિત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયા, વટવાના ધારાસભ્ય અને શહેરના મેયર હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો: Ahmedabad : AMC નાં નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ બંચ્છાનિધી પાની એક્શન મોડમાં!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા

મુખ્યમંત્રીએ વિધાર્થીઓને સલાહ આપી હતી. વિધાર્થીઓને મૂંઝવણ અંગે પણ પૂછ્યું હતું. સાથે જ પરીક્ષાનું પરિણામ જે પણ આવે તેનાથી નિરાશ ન થવાની પણ સલાહ આપી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા હતાં. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષા માટે પોતાની જાતને તમારે તૈયારી કરવી પડશે, તમારા પર દબાણ છે.આ કાર્યક્રમમાં વડાપ્રધાને અનેક ઉદાહરણ આપી હતા જેનાથી વિધાર્થીઓએ હળવાશ અનુભવી હતી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
8th exam debate programChief Minister Bhupendra PatelCM Bhupendra PatelCrystal International PublicCrystal International Public Schoolexam debate programGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPariksha Pe CharchaPariksha Pe Charcha 2025Pm Modi 8th Pariksha Pe Charcha 2025Pm modi Pariksha Pe Charcha 2025
Next Article