Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુખ્યમંત્રીશ્રીના ભાણેજ બન્યા રાજપથ કલબમાં કો-ઓપ્ટ ડાયરેકટર

-સોનલ અનડક્ટશહેરની પ્રતિષ્ઠિત ગણાતી રાજપથ ક્લબની સાતમી ચૂંટણી વધુ એકવખત બિનહરીફ થઈ અને 10 ડાયરેક્ટર્સ બિનહરીફ ચૂંટાયા છે. આજે મળેલી ક્લબની એજીએમમાં ડાયરેક્ટર્સના નામ જાહેર કરાયા હતા. કલબમાં નવા કો-ઓપ્ટ ડાયરેકટર તરીકે ચિંતન પટેલની નિમણૂક કરાઈ છે.રાજપથ કલબમાં દર વર્ષે 10 ડાયરેક્ટર્સ રોટેશન મુજબ રિટાયર્ડ થતા હોય છે, જેના માટે ચૂંટણીની જાહેરાત તો કરાય છે પણ બાદમાં છેલ્લી ઘડીએ ફોર્à
મુખ્યમંત્રીશ્રીના ભાણેજ બન્યા રાજપથ  કલબમાં કો ઓપ્ટ ડાયરેકટર
Advertisement
-સોનલ અનડક્ટ
શહેરની પ્રતિષ્ઠિત ગણાતી રાજપથ ક્લબની સાતમી ચૂંટણી વધુ એકવખત બિનહરીફ થઈ અને 10 ડાયરેક્ટર્સ બિનહરીફ ચૂંટાયા છે. આજે મળેલી ક્લબની એજીએમમાં ડાયરેક્ટર્સના નામ જાહેર કરાયા હતા. કલબમાં નવા કો-ઓપ્ટ ડાયરેકટર તરીકે ચિંતન પટેલની નિમણૂક કરાઈ છે.
રાજપથ કલબમાં દર વર્ષે 10 ડાયરેક્ટર્સ રોટેશન મુજબ રિટાયર્ડ થતા હોય છે, જેના માટે ચૂંટણીની જાહેરાત તો કરાય છે પણ બાદમાં છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવી ચૂંટણી બિનહરીફ કરાવી દેવાય છે. આ વખતે પણ ચૂંટણી બિનહરીફ થઈ છે, પણ મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી કો-ઓપ્ટ ડાયરેકટર તરીકે રહેલા એડીસીના અજય પટેલ આ વખતે ઇલેકટેડ ડાયરેકટર બન્યા છે. ડાયરેકટર પદે રહેલા મુકેશ ઘીયાએ અજય પટેલ માટે જગ્યા કરી આપતા અજય પટેલને ઇલેકટેડ ડાયરેકટર તરીકે એન્ટ્રી મળી છે. જોકે મુકેશ ઘીયાને પરાણે વિદાય આપી દેવાઇ હોવાનું કલબના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવી કલબના નિર્માણ માટે જમીન ખરીદીમાં મુકેશ ઘીયાએ આર્થિક ગોટાળા કર્યા હોવાનું સામે આવતા તેમને જગ્યા ખાલી કરવા જણાવી દેવાયાનું કલબના સભ્યો ગણગણાટ કરી રહયાં છે.
અજય પટેલ હવે ઇલેકટેડ ડાયરેકટર બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર કો-ઓપ્ટ ડાયરેકટર તરીકે રાજપથ કલબમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ભાણેજ ચિંતન પટેલને એન્ટ્રી આપવામાં આવી છે. સ્વિમિંગ ક્ષેત્રે અગ્રેસર રહેલા ચિંતન પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં જણાવ્યું કે, કલબના ડાયરેકટર તરીકે તેઓ આવનાર મેમ્બર્સ અને તેમના બાળકો સ્વિમિંગ ક્ષેત્રે આગળ વધે તે માટેના પ્રયાસો  કરશે. એજીએમ બાદ મળેલી બોર્ડ બેઠકમાં કલબના હોદ્દેદારોના નામની પણ જાહેરાત કરાઈ હતી. જોકે હોદ્દેદારોમાં કોઈ ફેરફાર કરાયો નથી, તમામને યથાવત રખાયા છે. કલબના પ્રમુખપદે જગદીશ પટેલ સહિતના હોદેદારો ને યથાવત રખાયા છે.
બિનહરીફ થયેલા 10 ડાયરેક્ટર્સ
1. જગદીશ પટેલ
2. ફેનીલ શાહ
3. શિલ્પા અગ્રવાલ
4. સુનિલ પટેલ
5. પરેશ દસોનડી
6. કથાર્થ શુક્લ
7. અજય પટેલ
8. ડો. બંસી સાબુ
9. સંજય શાહ
10. ધાર્મિક પટેલ
કો-ઓપ્ટ સભ્યો 
કો-ઓપ્ટ સભ્યો પસંદગીથી નક્કી કરાતા હોય છે. રાજપથ કલબમાં 6 કો-ઓપ્ટ સભ્યો છે જેમાં 5 સભ્યોને યથાવત રાખી છઠ્ઠા સભ્ય તરીકે ચિંતન પટેલની નિમણુક કરાઈ છે. 
Tags :
Advertisement

.

×