Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સરદાર નગરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે દબાણ શાખાની ટીમ સાથે માથાકૂટ 

અમદાવાદ (Ahmedabad') ના સરદાર નગર ખાતે દબાણ હટાવવા ગયેલી AMC ની દબાણ ખાતાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સરદાર નગરમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ વિરોધ કરી એક વ્યક્તિએ આત્મવિલોપનની...
ahmedabad   સરદાર નગરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે દબાણ શાખાની ટીમ સાથે માથાકૂટ 
Advertisement
અમદાવાદ (Ahmedabad') ના સરદાર નગર ખાતે દબાણ હટાવવા ગયેલી AMC ની દબાણ ખાતાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સરદાર નગરમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ વિરોધ કરી એક વ્યક્તિએ આત્મવિલોપનની કોશિશ કરી હતી. દબાણ વિભાગે આખરે પોલીસને બોલાવી હતી. ભાજપના કોર્પોરેટર જ દબાણ શાખાની ટીમની સામે પડ્યા હતા.
દબાણ હટાવવા મુદ્દે બબાલ
મળતી માહિતી મુજબ સરદારનગર ખાતે દબાણ હટાવવા મુદ્દે બબાલ થઇ હતી. દબાણ હટાવવા ગયેલી દબાણ શાખાની ટીમ સાથે કોર્પોરેટર અને સ્થાનિકો વિરોધમાં ઉતર્યા હતા. અહીં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા Amc ની ટીમ પહોંચી હતી પણ ઉગ્ર વિરોધ થતાં  Amc દબાણ વિભાગે પોલીસ બોલાવી હતી. દબાણ શાખાએ જ્યારે કાર્યવાહી કરી ત્યારે સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. ત્રણ વખત નોટિસ અપાઇ હતી પણ તેને અવગણવામાં આવી હતી જેથી દબાણ શાખાની ટીમ આજે દબાણ તોડવા પહોંચી હતી.
ભાજપ કોર્પોરેટર જ Amc ટીમ ની સામે પડ્યા
જો કે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક દ્વારા પેટ્રોલ છાટી અગ્નિદાહની નિષ્ફળ કોશિશ  કરી હતી.
ભાજપ કોર્પોરેટર જ Amc ટીમ ની સામે પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા પોલીસને બોલાવામાં આવી હતી. પોલીસ પણ સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો.
Tags :
Advertisement

.

×