Gujarat: કોલ્ડપ્લેની સફળતા માટે સરાહનીય કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓનું કર્યુ સન્માન
- ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા
- આ ઈવેન્ટમાં ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રાફિક દૂર કરતા જોવા મળ્યા હતાં
- સરાહનીય કામગીરી માટે પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું
Gujarat: ગુજરાત હવે મોટા કાર્યક્રમો કરવા માટે સક્ષમ છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિય (Narendra Modi Stadium)માં યોજાયેલા 2 દિવસીય કોલ્ડપ્લે (Coldplay) કાર્યક્રમમાં ગુજરાત પોલીસ (Gujarat Police)એ સરાહનીય કામગીરી કરી બતાવી હતી. મોટા અધિકારીઓ પણ આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમનમાં તત્પર જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે, આ કાર્યક્રમ સફળ રહેતા અનેક લોકોએ ગુજરાત અને ગુજરાત પોલીસના વખાણ કર્યાં હતા. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police)ને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો: મહાકુંભ પહોંચ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની લીધી મુલાકાત
ગુજરાતમાં અમદાવાદ હવે મોટી ઇવેન્ટ માટે તૈયારઃ હર્ષ સંઘવી
નોંધનીય છે કે, પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રીએ બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh sanghavi)એ કહ્યું કે, ગુજરાતમાં અમદાવાદ હવે મોટી ઇવેન્ટ માટે તૈયાર છે. આ ઈવેન્ટમાં ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રાફિક દૂર કરતા જોવા મળ્યા હતાં.’ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેની સફળતામાં પોલીસની સરાહનીય કામગીરી માટે હર્ષ સંઘવીએ આ અધિકારીઓનું સન્માન પણ કર્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્તમાં અદ્દભુત કામગીરી કરી તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું અને આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે Mahakumbh ને ગણાવ્યું દુનિયાની આસ્થાનું કેન્દ્ર, મુખ્યમંત્રી યોગીના કર્યા વખાણ
મોટા કાર્યક્રમો યોજવા ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ બન્ને તૈયાર!
મહત્વની વાત એ છે કે, કોલ્ડપ્લેની સફળતા બાદ એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં હવે મોટા કાર્યક્રમો થઈ શકે છે, જેમાં માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ બન્ને તૈયાર છે. આ કાર્યક્રમ દરમિયાન પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી છે. આંકડાની વાત કરવામાં આવે તો, બે દિવસીય કોલ્ડપ્લેમાં 2 લાખથી પણ વધારે લોકો આવ્યાં હતાં. આટલા લોકો માટે વ્યવસ્થાઓ કરી એ કઈ નાની વાત નથી. પરંતુ ગુજરાત પોલીસ માટે કોઈ કામ અઘરૂ નથી એ પણ ગુજરાત પોલીસે 25/26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડપ્લે દરમિયાન સાબિત કરી બતાવ્યું છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો