અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે અમદાવાદ એરપોર્ટ પર ફરિયાદ, બીજાના પાસપોર્ટથી ગયો હતો...
- કલોલનો રહેવાસી જીગ્નેશ પટેલ અન્ય નામથી ગયો હતો અમેરિકા
- જીગ્નેશ પટેલ વસીમ ખલીલ નામના પાસપોર્ટથી અમેરિકા ગયો હતો
- પરત અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે પોલીસને કરી જાણ
Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે ગાંધીનગરના કલોલના રહેવાસી મૂળ નામ જીગ્નેશ જગદીશ પટેલ કોઈ અન્ય નામ પાસપોર્ટથી અમેરિકા ગયો હતો. જેથી તેની સામે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જીગ્નેશ જગદીશ પટેલ વસીમ ખલીલ નામના પાસપોર્ટથી વાયા કેનેડા થઈ અમેરિકા ગયો હતો. નોંધનીય છે કે, અમેરિકાથી પરત અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ બાદ હવે આણંદના પેટલાદમાં સમૂહલગ્નમાં હોબાળો, મામલો પોલીસ મથક પહોંચ્યો
ડિપોર્ટ કરાયેલા એક યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
નોંધનીય છે કે, અત્યારે અમેરિકામાં ગેરકાયદેસરથી રહેતા ભારતીયોને અમેરિકાએ હાંકી કાઢ્યા છે, અને તેમને પરત ભારત મોકલી આપ્યાં છે. જેને લઈને અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે. વિપક્ષ દ્વારા પણ આ મામલે અનેક સવાલો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વાત એ છે કે, અત્યારે આ લોકો કેવી રીતે ગયા તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. જો કે, અત્યારે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એક યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Farming: દાંતા તાલુકાની પહાડી માટીમાં આદીવાસી ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સૌને ચોકાવ્યા!
અમેરિકાએ આવા અનેક ભારતીયોને ડિપોર્ટ કરીને ભારત મોકલ્યાં
કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે જવું તે એ દેશના કાયદા પ્રમાણે ગેરકાનૂની છે, જે તે દેશ પોતાના દેશમાં રહેતા આવા લોકો સામે કાર્યવાહી કરવાનો જ છે. અમેરિકાએ આવા અનેક ભારતીયોને ડિપોર્ટ કરીને વિમાન દ્વારા ભારતમાં પાછા મોકલ્યાં હતાં. અત્યારે આ મામલે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતમાં પણ કેટલાક દેશના લોકો ગેરકાયદેસર રીતે આવીને વસ્યા હોય તેવા લોકોને પાછા તેમના દેશમાં મુકવામાં આવ્યાં છે.


