Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMC ઓફિસ બહાર કોંગ્રેસ કર્યો નકલી નોટો વરસાદ, ભરતીમાં થયેલા કોંભાંડ મામલે તપાસ કરવા માંગ

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેશનની ઓફિસ બહાર ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા નકલી ચલણી નોટો પણ ઉડાડી વિરોધ નોંધાયો હતો.
amc ઓફિસ બહાર કોંગ્રેસ કર્યો નકલી નોટો વરસાદ  ભરતીમાં થયેલા કોંભાંડ મામલે તપાસ કરવા માંગ
Advertisement
  1. ટેકનીકલ સુપરવાઇઝર ભરતીમાં થયું હતું કૌભાડ
  2. ત્રણ ઉમેદવારોને માર્કસ ઉમેરીને પાસ કરવાના કૌભાડ સામે કાર્યવાહીની માંગ
  3. કોંગ્રેસે નકલી ચલણી નોટો ઉડાડીને આ મામલો વિરોધ નોંધાવ્યો

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનીકલ સુપરવાઇઝર ભરતીની અંદર ત્રણ ઉમેદવારોને માર્કસ ઉમેરીને પાસ કરવાનું કૌભાડ સામે આવ્યું હતું. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેશનની ઓફિસ બહાર ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા નકલી ચલણી નોટો પણ ઉડાડી વિરોધ નોંધાયો હતો. કોંગ્રેસના વિરોધમાં AMC ના ડેપ્યુટી કમિશનર dymc આર્જવ શાહ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમની સાથે સંકળાયેલા જેટલા પણ અધિકારીઓ હોય તેમની સામે તપાસ કરવાની માંગ પણ કોંગ્રેસે કરી હતી.

આ પણ વાંચો: Bhavnagar: વીજચોરીને લઈ PGVCLની ટીમ એકશનમાં, 97 વીજ કનેક્શનમાંથી ઝડપાઈ વીજચોરી

Advertisement

કોંગ્રેસે નકલી ચલણી નોટો પણ ઉડાડી વિરોધ નોંધાવ્યો

ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા જ લેવામાં આવેલી ટેકનિકલ સુપરવાઇઝર ભરતીમાં 93 જેટલા સહાયક ટેકનીકલ સુપરવાઇઝની ભરતી કરવામાં આવી હતી. જેમાં ત્રણ જેટલા ઉમેદવારોને માર્ક્સ ઉમેરીને નોકરી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે નિર્ણય અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈનને પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને નિષ્પક્ષ તપાસ કરી કસુરવાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement

આ પણ વાંચો: સોશિયલ માડિયાથી બાળકોને રાખો દૂર! અરવલ્લીમાં 10 વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામથી પડી પ્રેમમાં અને...

93 જેટલા ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી કરવામાં આવી હતી

જે પ્રકારનું કૌભાંડ સામે આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા 93 જેટલા ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી કરવામાં આવી હતી. આ દરમિયાન કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા પૂરતું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું ન હોય તેવું સ્પષ્ટ સામે આવ્યું છે. તેમાં પણ બેદરકારી સામે આવી છે, આ ઉપરાંત આની અંદર ઉચ્ચ અધિકારીઓ અને ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓની સન્ની હોય તેવું લાગી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓની પણ આમાં ક્યાંકને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ અને સત્તા પક્ષ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કમિશનરને કરવામાં આવી છે.

અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×