ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!

કોર્ટે ACB ની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે...
07:33 PM Jan 20, 2025 IST | Vipul Sen
કોર્ટે ACB ની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે...
Court_gujarat_first MAIN
  1. પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને સ્પેશિયલ કોર્ટે ફટકારી સજા
  2. ACB ની કલમ 13 (2) માં 5 વર્ષની સજા અને રૂ. 50 હાજર નો દંડ
  3. જો દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની સજા
  4. ACB ની કલમ 11 હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ
  5. જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદીની સજા

પૂર્વ IAS પ્રદીપ શર્માને (IAS Pradeep Sharma) ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે વિશેષ અદાલતે દોષી ઠેરવી આકરી સજા ફટકારી છે. કોર્ટે ACB ની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે રૂ. 50 હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. જો આ દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની સજા થશે. ઉપરાંત, ACB ની કલમ 11 મુજબ, 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ કરાયો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદીની સજા થશે.

આ પણ વાંચો - Breaking : જમીન સંબંધિત કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત

જણાવી દઈએ કે, પૂર્વ IAS પ્રદીપ શર્મા (IAS Pradeep Sharma) સામે ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે કેસ ચાલી જતાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે તમામ પુરાવા અને દલીલો સાંભળ્યા બાદ પૂર્વ IAS પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે હવે પૂર્વ IAS પ્રદીપ શર્માને (IAS Pradeep Sharma) સજા ફટકારી છે. માહિતી અનુસાર, કોર્ટે ACB ની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે રૂ. 50 હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. જો આ દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની સજા થશે. ઉપરાંત, ACB ની કલમ 11 મુજબ, 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ કરાયો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદીની સજા થશે.

સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં કરી હતી આ રજૂઆત

માહિતી અનુસાર, સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, ACB ની કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા આ કેસમાં જૂના નિયમો મુજબ સજા આપવામાં આવે. લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને પણ ધ્યાને લેવામાં આવે. પ્રદીપ શર્માની 70 વર્ષની ઉંમર છે અને સિનિયર સિટિઝન છે તેને પણ ધ્યાને લેવામાં આવે.

આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી

પ્રદીપ શર્માએ કરેલો ગુનો એ દેશ વિરોધી છે : સરકારી વકીલ

બીજી તરફ સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, નવા કાયદામાં સંબધિત કેસમાં 10 વર્ષ સુધી મહત્તમ અને ઓછામાં ઓછી 4 વર્ષ સજાની જોગવાઈ છે. જ્યારે, જૂના કાયદામાં ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ સજાની જોગવાઇ છે. નિલંબિત IAS એ જિલ્લાનાં અધિકારી તરીકે ગુનો આચર્યો હતો. સરકારી વકીલે વધુમાં કહ્યું કે, કોર્ટે માન્યું છે કે પ્રદીપ શર્માએ (IAS Pradeep Sharma) ગુનો કર્યો છે. એક IAS અધિકારી તરીકે પુરવાર થયેલા ગુનામાં ઓછામાં ઓછી સજા ન કરી શકાય. જો IAS અધિકારી તરીકે કરેલા કારનામાને ઓછી સજા કરવામાં આવે તો સોસાયટીમાં ખોટો મેસેજ જશે. IAS અધિકારી હતા એટલે ઓછી સજા થઈ એવું લોકો ન કહેવા જોઈએ. નવા કાયદામાં જોગવાઈ એટલા માટે જ વધારવામાં આવી છે કે ભ્રષ્ટાચારી સામે વધુમાં વધુ સજા થવી જોઈએ. પ્રદીપ શર્માએ કરેલો ગુનો એ દેશ વિરોધી છે. પ્રદીપ શર્માને ન માત્ર સજા પરંતુ દંડ પણ કરવા સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી.

જાણો શું છે કેસ ?

સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, વેઈટિંગવાળાને હાશકારો!

Tags :
BhujBreaking News In Gujaratigovernment landGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIAS Pradeep SharmaIAS Pradeep Sharma caseKutchLatest News In GujaratiNews In GujaratiPradeep Sharma guiltySpecial Court
Next Article