Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navratri 2025 : નવરાત્રિનો સમય કેટલા વાગ્યા સુધી રહેશે ? CP જી.એસ. મલિકે આપી માહિતી!

નવરાત્રિમાં ગરબે રમવાનાં સમયને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.
navratri 2025   નવરાત્રિનો સમય કેટલા વાગ્યા સુધી રહેશે   cp જી એસ  મલિકે આપી માહિતી
Advertisement
  1. આગામી Navratri પર્વને લઇને CP જી.એસ.મલિકનું નિવેદન
  2. નવરાત્રિનો સમય રાત્રે 12 વાગ્યા સુધીનો જ છે : CP જી.એસ.મલિક
  3. સરકારનાં નોટિફિકેશનમાં કોઇ સુધારો કરાયો નથી : CP જી.એસ.મલિક
  4. 'નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા માટે SHE ટીમ પણ પેટ્રોલિંગ કરશે'

Ahmedabad : નવરાત્રિનાં પર્વને (Navratri 2025) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિ પર્વને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનું (CP G.S.Malik) મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નવરાત્રિનાં સમય અંગે વાત કરતા કહ્યું કે, નવરાત્રિનો સમય રાત્રે 12 વાગ્યા સુધીનો જ છે. સરકારનાં નોટિફિકેશનમાં કોઇ સુધારો કરાયો નથી.

આ પણ વાંચો - Valsad : ભીલાડમાં બોગસ કોલ સેન્ટરની ઝડપાયું, 12 લોકોની ધરપકડ

Advertisement

Navratri નાં સમય અંગે CP જી.એસ.મલિકનું મહત્ત્વનું નિવેદન

નવરાત્રિ પર્વને (Navratri 2025) લઈ માઈભક્તો અને ખૈલયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ, આ વર્ષે નવરાત્રિમાં ગરબા રમવાનો સમય શું રહેશે તેને લઈને દરેકનાં મનમાં સવાલ છે. ત્યારે નવરાત્રિમાં ગરબે રમવાનાં સમયને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ વર્ષે પણ નવરાત્રિનો સમય રાત્રે 12 વાગ્યા સુધીનો જ છે. સરકારનાં નોટિફિકેશનમાં કોઇ સુધારો કરાયો નથી.

Advertisement

આ પણ વાંચો - Isudan Gadhvi : બિસ્માર રોડ-રસ્તા અંગે ઇસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહાર!

મહિલા સુરક્ષા માટે 'શી ટીમ' પણ પેટ્રોલિંગ કરશે : CP જી.એસ.મલિક

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે (CP G.S. Malik) આગળ કહ્યું કે, નવરાત્રિને લઈને પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. નવરાત્રિ દરમિયાન મહિલા સુરક્ષા માટે 'શી ટીમ' (She Team) પણ પેટ્રોલિંગ કરશે. નાગરિકો નિશ્ચિંત પણે નવરાત્રિ પર્વની મજા માણે તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. આ સાથે તેમણે અપીલ કરી કે જનતા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રિનો પર્વ ઊજવે પરંતુ તેની સાથે કાયદા-નિયમોનું પાલન કરે અને પોલીસને સહયોગ કરે.

આ પણ વાંચો - Surat: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, દોઢ વર્ષના બાળકનું મોત

Tags :
Advertisement

.

×