Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'તું બહુ જાડી અને કદરુપી છે', કહી ત્રાસ આપનારા સાસરિયાઓ સામે ફરિયાદ

 અમદાવાદમાં ઘરેલુ હિંસાનાં કિસ્સાઓ સતત વધતા જતા હોય તેવી સ્થિતી સર્જાઈ છે.થોડા સમય પહેલા જ વટવાની આયેશા નામની યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું હતું, તેવામાં મેઘાણીનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિ અને સાસરિયાઓ દ્વારા સતત દહેજની માગ કરી ત્રાસ આપવામાં આવતા અંતે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે યુવતીનાં પતિએ પત્નીને તરછોડી અન્ય યુવતી સાથે આડાસંàª
 તું બહુ જાડી અને કદરુપી છે   કહી ત્રાસ આપનારા સાસરિયાઓ સામે ફરિયાદ
 અમદાવાદમાં ઘરેલુ હિંસાનાં કિસ્સાઓ સતત વધતા જતા હોય તેવી સ્થિતી સર્જાઈ છે.થોડા સમય પહેલા જ વટવાની આયેશા નામની યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું હતું, તેવામાં મેઘાણીનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિ અને સાસરિયાઓ દ્વારા સતત દહેજની માગ કરી ત્રાસ આપવામાં આવતા અંતે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે યુવતીનાં પતિએ પત્નીને તરછોડી અન્ય યુવતી સાથે આડાસંબંધ રાખવાનું શરૂ કરતા અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
દહેજ પેટે ઘરેથી 20 લાખની માંગણી કરવાનું શરૂ કર્યું 
મેઘાણીનગરમાં રહેતી 28 વર્ષીય જીનલ (નામ બદલેલ છે)એ 2019માં રોનક રાજપુત નામનાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા.ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ કોર્ડીનેટર તરીકે કામ કરતી જીનલને પતિએ લગ્નનાં થોડા સમય સુધી સારી રીતે રાખી હતી જે બાદ પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. પતિ દ્વારા જીનલને દહેજ પેટે ઘરેથી 20 લાખ રૂપિયા લાવીશ તો નવી મિલ્કતોમાં રોકાણ કરીને સારી આવક મેળવવાનું કહ્યું હતું. જીનલનાં પિતા રિટાર્યડ હોવાથી આટલા પૈસા ન હોવાનું જણાવતા પતિ અને સાસરિયાઓ ઉશ્કેરાયા હતાં.
 શારિરીક માનસિક ત્રાસ અપાતો
જીનલનાં સાસુ -સસરા અને નણંદ નણંદોઈ દ્વારા સતત જીનલે તુ બહુ જાડી અને બદસૂરત છે અને તુ અમારા ઘરમાં શોભે તેવી નથી. તને ઘરનાં કોઈ કામ કરતા આવડતુ નથી અને તારા હાથની રસોઈ પણ અમને ગમતી નથી તેવુ કહીને માનસિક ત્રાસ આપતા હતા.જીનલનાં પતિને કેનેડા જવુ હોવાથી પિતા પાસેથી પૈસા લઈ આવ નહિંતર અહીંયા આવવાની જરૂર નથી અને મેં ક્યા ભીખારણ જોડે લગ્ન કર્યાં છે તેવુ કહીને હેરાન કરતો હતો. જોકે જીનલનાં પિતા હૃદય રોગના દર્દી હોવાથી તે મુંગા મોઢે બધુ સહન કરતી હતી..
પતિએ બાળકની જવાબદારી લેવાની ના પાડી
ડિસેમ્બર 2020માં જીનલ ગર્ભવતી થઈ હતી, જોકે પતિએ આ બાળકની જવાબદારી લેવાની ના પાડીને ગર્ભપાત કરાવવાનું કહ્યું હતું. જીનલનાં પતિ રોનકે તેને જબરદસ્તી મેઘાણીનગરની સ્મિત હોસ્પિટલમાં લઈ જઈ એબોર્શનની વાત કરી હતી, જોકે જીનલે ના પાડતા તે ઘરે પરત ફરી હતી.જે બાદ રોનકે ગુસ્સામાં જીનલને ઘરે લાવીને જમીન પર સુવડાવી લાતો મારી હતી. 2021માં જીનલનાં શ્રીમંતમાં માતાપિતાએ 33 તોલા સોનાના દાગીના તેમજ અઢી લાખ જેટલી રોકડ રકમ આપી હતી. શ્રીમંત બાદ પ્રસુતિ માટે જીનલનાં માતાપિતા તેને ઘરે લઈ ગયા હતા. જે બાદ રોનકે જીનલ સાથે વાતચીત કરવાનું કે મળવા જવાનું બંધ કરી દીધુ હતું.
રોનકે પત્નિ ગર્ભવતી હોવા છતાં સતત પૈસાની માંગણી કરી ત્રાસ આપવાનું શરૂ રાખતા જીનલે કંટાળીને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો,  જીનલે દિકરાને જન્મ આપતા હોસ્પિટલનો તમામ ખર્ચ પણ જાતે ભોગવ્યો હતો અને પતિ અને સાસુ હોસ્પિટલમાં મળીને પરત જતા રહ્યા હતાં. જે  બાદ ફરી રોનક રાજપૂતે પત્નિ પાસે મકાન લેવા માટે 20 લાખ રુપિયાના દહેજની માંગણી કરી ઘરે આવવું હોય તો પૈસા લઈને જ આવજે તેમ જણાવ્યું હતું.

પતિનું લેપટોપ ચેક કરતા તેમાં પતિ રોનકનાં અન્ય સ્ત્રીઓ સાથેની ચેટ
જીનલ થોડા સમય બાદ  પતિને સમજાવવા સાસરીમાં ગઈ હતી, જોકે પતિએ કોઈ પણ બાબત સમજવાનો ઈન્કાર કર્યો હતો.. તે સમયે જીનલે પતિનું લેપટોપ ચેક કરતા તેમાં પતિ રોનકનાં અન્ય સ્ત્રીઓ સાથેની ચેટ જોવા મળી હતી, સાથે જ અડધી રાત્રે અન્ય ચુવતીઓ સાથે વાતો કરતો હોવાની જાણ થઈ હતી..જે અંગેની જાણ જીનલે સાસુને કરતા તેમણે પણ દિકરાનું ઉપરાણું લઈને તું પૈસા લાવતી નથી એટલે મારો દિકરો બીજે મોઢું મારે છે તેવુ કહ્યું હતું. જીનલે પતિને પોતાનાં 5 માસનાં દિકરાને હાથમાં આપતા રોનકે દિકરાને સોફા પર ફેંકી દિધો હતો. જેથી જીનલ ગભરાઈ જતા પુત્રને લઈને પિયર જતી રહી હતી.  અંતે આ મામલે તેણે પોતાનાં માતાપિતાને જાણ કરી હતી.
 
પતિએ કહ્યું તું મને છુટાછેડા આપી દે, કારણ કે તુ મારા કોઈ કામની નથી
આરોપી પતિએ જીનલને ડિસેમ્બર 2021માં સાબરમતી રિવરફ્રન્ટ પર બોલાવી "તુ મને ગમતી નથી, મારે તારી સાથે રહેવુ નથી અને મને તારી સાથે ગુંગળામણ થાય છે એટલે તુ મને છુટાછેડા આપી દે, કારણ કે તુ મારા કોઈ કામની નથી.. જેથી યુવતી ગભરાઈ જતા સાસુને ફોન કરી પતિને સમજાવવાનું કહેતા પતિનું ઉપરાણું લીધુ હતું..જે બાદ યુવતીના ઘરે આવીને સાસરિયાઓઓ પૈસૈન માંગણી કરી મારા મારી કરતા જીનલને લાગી આવતા ઘરમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે માતાપિતાએ જીનલને રોકીને સમજાવી હતી અને અંતે કંટાળીને આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 
Advertisement
Tags :
Advertisement