Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : શાળામાં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડી, થયું મોત!

સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે હોસ્પિટલનાં CCTV ફૂટેજનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.
dahod   શાળામાં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડી  થયું મોત
Advertisement
  1. Dahod ની ફતેપુરા સ્કૂલની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત
  2. શાળામાં વિદ્યાર્થિનીની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાઈ હતી
  3. ધો-8 માં અભ્યાસ કરતી ધર્મિષ્ઠા ભાભોરનું સારવાર દરમિયાન મોત
  4. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહ પીએમ માટે લઈ જવાયો

Dahod : ફતેપુરામાંથી (Fatepura) ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની શાળામાં અચાનક તબિયત લથડી હતી. જે બાદ તેણીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ, સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થિનીનાં મોત બાદ પરિવારજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને તટસ્થ તપાસની માગ કરી છે. પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar: બહિયલ ગામમાં ગરબા શરૂ થતા હિંસા ફાટી નીકળી, જુઓ ઘટનાનો Video

Advertisement

Advertisement

Dahod ની શાળામાં વિદ્યાર્થિની અચાનક તબિયત લથડી, સારવાર દરમિયાન મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના (Dahod) ફતેપુરા તાલુકામાં આવેલી જ્ઞાનશક્તિ રેસીડેન્સી સહજાનંદ સ્કૂલમાં (Gyanshakti Residency Sahajanand School) 14 વર્ષીય વિદ્યાર્થિની ધર્મિષ્ઠા ભાભોર ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી. દરમિયાન, શાળામાં ધર્મિષ્ઠાની તબિયત અચાનક બગડી હતી. આથી, તેણીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન ધર્મિષ્ઠાનું દુ:ખદ મોત નીપજ્યું છે. ધર્મિષ્ઠાનાં અચાનક મૃત્યુંથી પરિવારજનો, ગ્રામજનો અને સમાજના લોકોમાં ભારે શોક ફેલાયો છે.

આ પણ વાંચો - Dehgam Riots : 'આઈ લવ મોહમ્મદ' ના નામે હવે ગુજરાતમાં છમકલું! પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા!

પરિવારજનો-સમાજનો લોકોમાં રોષ, તટસ્થ તપાસની માગ

મૃતક ધર્મિષ્ઠાનાં પરિવાજનો અને સમાજનાં લોકોએ આ મામલે તટસ્થ તપાસની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ (Dahod Police) હોસ્પિટલ પહોંચી અને વિદ્યાર્થિનીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાલ અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીના મોતને આકસ્મિક અથવા કુદરતી કારણોસર તરીકે જોવામાં આવી રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને આગળની કાર્યવાહી થશે.

આ પણ વાંચો - Rajkot : Bahial Riot અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની પ્રતિક્રિયા, કહ્યું- હુમલો કરવા પાછળ..!

Tags :
Advertisement

.

×