દરિયાપુરમાં મટકી ફોડવા ચઢેલા બાળકનું મોત
અમદાવાદ શહેરના કોટ વિસ્તાર એવા દરિયાપુર વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે જેમાં મટકી ફોડ કાર્યક્રમમાં મટકી ફોડવા ચબૂતરે બાંધેલું દોરડું એકાએક તૂટી પડતા એક માસૂમ બાળકનું મોત થયું હતું. દરિયાપુરમાં આવેલી હનુમાન પોળની લાલાની પોળમાં જન્માષ્ટમીની રાત્રીએ મટકી ફોડનો કાર્યક્રમ રખાયો હતો. પોળના તમામ યુવાનો અને બાળકો ભેગા થઈ હર્ષોલ્લાસ સાથે આ મટકી ફોડવાના હતા. રાત્રે 12 વાગે મટકી ફોડાઈ à
Advertisement
અમદાવાદ શહેરના કોટ વિસ્તાર એવા દરિયાપુર વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે જેમાં મટકી ફોડ કાર્યક્રમમાં મટકી ફોડવા ચબૂતરે બાંધેલું દોરડું એકાએક તૂટી પડતા એક માસૂમ બાળકનું મોત થયું હતું.
દરિયાપુરમાં આવેલી હનુમાન પોળની લાલાની પોળમાં જન્માષ્ટમીની રાત્રીએ મટકી ફોડનો કાર્યક્રમ રખાયો હતો. પોળના તમામ યુવાનો અને બાળકો ભેગા થઈ હર્ષોલ્લાસ સાથે આ મટકી ફોડવાના હતા. રાત્રે 12 વાગે મટકી ફોડાઈ રહી હતી ત્યારે જ અચાનક એવી ઘટના બની જેના લીધે આ પોળમાં હાહાકાર મચી ગયો. અચાનક જ અહીં આવેલો ચબૂતરો તૂટી ગયો અને તેના લીધે મટકી જે ચબૂતરા પર બાંધી હતી તે દોરી પણ તૂટી ગઈ અને 15 વર્ષનો દેવ અરવિંદ ભાઈ પઢીયાર નામનો બાળક જમીન પર પટકાયો અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ મૃત્યુ થયું હતું.
ધોરણ 10 માં ભણતો 15 વર્ષીય દેવ પઢીયારના પિતા અરવિંદભાઈ સિલાઈ કામ કરે છે. દેવ ભણવામાં ખૂબ હોંશિયાર અને પોળના બાળકોનો ખાસ મિત્ર હતો અને તેના લીધે જ મટકી પણ તે જ ફોડે તેવુ આયોજન કરાયું હતું પણ આ દુઃખદ ઘટના બની જેમાં દેવ પઢીયારનું મોત થયું અને તેના ભાઈ ને પણ ઇજાઓ થઈ. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોને ઇજા પહોંચી હતી.
હાલ આ પોળમાં તમામ લોકો દુઃખમાં સરી પડયા છે, કારણકે હસતો રમતો તેમની પોળના કનૈયાનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયુ હતું.આ સમગ્ર ઘટનાને લઈને દરિયાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


