Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : શહીદના જન્મદિવસે જ થઈ બારમાની વિધિ, પત્નિએ કહ્યું- દિકરીને પણ આર્મીમાં મોકલીશ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. જન્મદિવસે જ બારમાની વિધિ શહીદ થયેલા આ...
ahmedabad   શહીદના જન્મદિવસે જ થઈ બારમાની વિધિ  પત્નિએ કહ્યું  દિકરીને પણ આર્મીમાં મોકલીશ
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો.

MahipalSingh Vala s Death Rituals was held on his birthday

Advertisement

જન્મદિવસે જ બારમાની વિધિ

શહીદ થયેલા આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ શહિદ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદી વહોરનારા વીર શહીદ મહિપાલસિંહ વાળાના આજે અમદાવાદા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે તેમનો જન્મદિવસ છે અને સાથે જ તેમનું બારમું પણ છે.

Advertisement

MahipalSingh Vala s Death Rituals was held on his birthday

શું કહ્યું શહીદના ધર્મપત્ની

શહીદ મહિપાલસિંહ વાળાના ધર્મપત્ની વર્ષાબાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ દેશ માટે મારા પતિ શહીદ થયાં છે. હું મારી દિકરીને એટલી જ સલાહ આપીશ કે તેના પિતાની જેમ તે પણ દેશ માટે કંઈક કરે. ગયા જન્મદિવસે અમે સાથે જ હતા. તેઓ કહેતા હતા કે દિકરો કે દિકરી જે પણ આવે તેને ફૌજમાં મોકલીશું. અમે દિકરીને આગળ વધારવા માટેબને એટલી કોશિશ કરીશું.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે કરી આ માંગ

શહીદ મહિપાલસિંહ વાળાના ઘરે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ પહોંચ્યા હતા. શહીદના મહિપાલસિંહ વાળા જન્મદિવસે શ્રદ્ધાંજલિ આપી અને સાથે જ માંગ કરી કે, અન્ય રાજ્યોમાં શહીદના પરિવારને કરોડો રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં પણ શહીદ જવાનોના પરિવારો મોટી સહાય આપવામાં આવે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય લે અને આગળ આવે. ભૂતકાળમાં શહીદ જવાનોના પરિવારને મળતી સહાય પર હાલ કાતર ફેરવવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : શહીદ મહિપાલસિંહ વાળાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન, હજ્જારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×