ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કથિત લઠ્ઠાકાંડ બાદ અમદાવાદના બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા?

બોટાદ જિલ્લાનાં બરવાળામાં દેશી દારૂની જગ્યાએ કેમિકલ પી જવાથી 30થી વધુ લોકોની થયેલા મોત બાદ અમદાવાદ શહેરમાં ચાલતી દેશી દારૂની તમામ હાટડીઓ રાતોરાત બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદ સહિત ગુજરાતનાં તમામ જિલ્લાની પોલીસની ઉંધ ઉડી ગઈ છે..SIT ધટનાના મૂળ સુધી પહોંચીબોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 36 લોકોનાં મોત થયા છે. જેમા બોટાદના
12:34 PM Jul 26, 2022 IST | Vipul Pandya
બોટાદ જિલ્લાનાં બરવાળામાં દેશી દારૂની જગ્યાએ કેમિકલ પી જવાથી 30થી વધુ લોકોની થયેલા મોત બાદ અમદાવાદ શહેરમાં ચાલતી દેશી દારૂની તમામ હાટડીઓ રાતોરાત બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદ સહિત ગુજરાતનાં તમામ જિલ્લાની પોલીસની ઉંધ ઉડી ગઈ છે..SIT ધટનાના મૂળ સુધી પહોંચીબોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 36 લોકોનાં મોત થયા છે. જેમા બોટાદના

બોટાદ જિલ્લાનાં બરવાળામાં દેશી દારૂની જગ્યાએ કેમિકલ પી જવાથી 30થી વધુ લોકોની થયેલા મોત બાદ અમદાવાદ શહેરમાં ચાલતી દેશી દારૂની તમામ હાટડીઓ રાતોરાત બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદ સહિત ગુજરાતનાં તમામ જિલ્લાની પોલીસની ઉંધ ઉડી ગઈ છે..

SIT ધટનાના મૂળ સુધી પહોંચી

બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 36 લોકોનાં મોત થયા છે. જેમા બોટાદના 25 અને ધંધુકાના 11 વ્યક્તિના મોત થયા છે. જ્યારે 30 થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.. જેમાથી અમુક લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જોકે આ ધટના બનતા જ અમદાવાદમાં ચાલતી તમામ દેશી દારૂની હાટડીઓ બંધ કરી દેવામાં આવી છે.. બોટાદની ધટના બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને દારૂ વેચનાર બુટલેગર સહિતનાં જવાબદાર લોકોની ધરપકડ કરી છે.. આ ધટનામાં SIT સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને પણ ધટનાના મૂળ સુધી પહોંચવા કામગીરી આપવામાં આવી છે.

PCBનાં સર્ચ ઓપરેશનમાં કશું હાથ ન લાગ્યું
સમગ્ર ગુજરાત હચમચાવી દેતી આ ધટના ઘટના સોમવારે બની હતી. કથિત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશની પીપળજથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી જયેશે  એેમોસ કેમિકલ કંપનીમાંથી 600 લીટર મિથેનોલ કેમિકલ પૂરું પાડ્યું હતું. આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી હતી...તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદની PCB ની ટીમે અલગ અલગ જગ્યાઓ પર દેશી દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા માટે સર્ચ ઓપરેશન કર્યું હતું..જેમા અમદાવાદમાં PCB એ કાગડાપીઠ સહિતના વિસ્તારોમાં સર્ચ કરતા હાથે કશુ લાગ્યું નહતુ..

ઘણાં બુટલેગરો ગુજરાત બહાર ફરાર
કથિત લઠ્ઠાકાંડની ધટના બાદ અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ચાલતા અગણિત દેશી દારૂનાં અડ્ડાઓ બંધ કરીને તમામ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ દેશી દારૂનું વેચાણ થતુ હોય છે તેવામાં પૂર્વમાં તો અનેક બુટલેગરો થોડા સમય માટે ગુજરાત છોડીને જ જતા રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.. જોકે પોલીસની નજરથી કોઈ બચી શકતુ નથી તે સહજ વાત છે..તેવામાં બુટલેગરો જાતે ફરાર થયા કે પોલીસે ભગાડી દિધા તે સવાલ ઉભો થયો છે..

2009માં ઓઢવમાં લઠ્ઠાકાંડે લીધો હતો 123 લોકોનો ભોગ
અગાઉ અમદાવાદ શહેરમાં ઓઢવ સહિત વિવિધ વિસ્તારોમાં 9 થી 11 જૂન 2010ના રોજ લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જે ધટનામાં ઓઢવમાં કુલ 123 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 200 લોકોને ઝેરી દેશી દારૂથી ગંભીર અસરો થઈ હતી. જે કેસમાં ઓઢવ પોલીસે મહેમદાવાદના વાંઠવાડી ગામના બૂટલેગર વિનોદ ડગરી, મિથેનોલ કેમિકલ પૂરું પાડનારા જયેશ ઠક્કર, અરવિંદ તળપદા સહિત 42 આરોપીની ધરપકડ કરી હતી.


Tags :
Ahmedabad'sBootleggersGujaratFirstliquoroutletsUnderground
Next Article