Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જુહાપુરાનો ડોન છું, જેલમાં જતા બીક નથી લાગતી, વેપારીને ધમકી આપનારા સામે ફરિયાદ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર કાલુ ગરદન, અઝહર કીટલી સહિતની ગેંગનો પોલીસે સફાયો કરતા વિસ્તારમાં શાંતિભર્યો માહોલ બન્યો છે. જોકે અમુક ગુંડાઓ હજુ પણ સામાન્ય લોકોને હેરાન કરતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે પોલીસે ગુનેગારો સામે ત્વરીત પગલાં ભરવા માટે ગુનો દાખલ કરી કાયદાનુ ભાન કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જુહાપુરાના વેપારીઓને ધમકાવીને ખોટી ધમકીઓ આપનાર આલમખાન પઠાàª
જુહાપુરાનો ડોન છું  જેલમાં જતા બીક નથી લાગતી  વેપારીને ધમકી આપનારા સામે ફરિયાદ
Advertisement
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર કાલુ ગરદન, અઝહર કીટલી સહિતની ગેંગનો પોલીસે સફાયો કરતા વિસ્તારમાં શાંતિભર્યો માહોલ બન્યો છે. જોકે અમુક ગુંડાઓ હજુ પણ સામાન્ય લોકોને હેરાન કરતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે પોલીસે ગુનેગારો સામે ત્વરીત પગલાં ભરવા માટે ગુનો દાખલ કરી કાયદાનુ ભાન કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જુહાપુરાના વેપારીઓને ધમકાવીને ખોટી ધમકીઓ આપનાર આલમખાન પઠાણ સામે વધુ એક ગુનો વેજલપુર પોલીસે નોંધ્યો છે. આરોપી પોતે જુહાપુરાનો ડોન હોવાનું જણાવી વેપારીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જોકે પોલીસની ગીરફ્તમાં આવ્યા બાદ તેને વેજલપુર પોલીસનો ભય જોવો પડશે તેવું કહેવું ખોટું નથી.
- સીસીટીવી કેમ લગાવ્યા કહી વેપારીને ધમકાવ્યા
જુહાપુરા વિસ્તારમાં આવેલી રાજદાના સોસાયટીમાં 67 વર્ષીય અબ્દુલમન્નાન ગજધર માર્બલનું કારખાનું ધરાવી વેપાર કરે છે. સોમવારે તેઓ કારખાને હાજર હતા. એ સમયે આલમખાન પઠાણ ત્યાં પોતાની કાર લઈને આવ્યો હતો અને જોરજોરથી ગાડીનો હોર્ન વગાડી અબ્દુલમન્નાનને બોલાવી તમારા કારખાના બહાર સીસીટીવી કેમ લગાવ્યા છે? તેવો સવાલ કર્યો હતો. જેથી અબ્દુલમન્નાનએ  સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા હોવાનુ જણાવતા આલમખાન પઠાણ ઉશ્કેરાઈ ગયો હતો.
- જુહાપુરાનો ડોન છું કહી આપી ધમકી
આલમખાને ફરિયાદીને સીસીટીવી કેમેરા કાઢી નાંખો નહિ તો પરિણામ સારું નહિ આવે તેમ કહી ધમકાવ્યા હતા. અને પોતે "હું જુહાપુરા નો ડોન છું, અનેક વાર પાસા કાપી છે, જેલમાં જતા બીક નથી લાગતી." તેમ કહી ધમકીઓ આપી હતી.જેથી વેપારી અબ્દુલમન્નાન ગભરાઈ ગયા હતા અને તેઓએ આ મામલે વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસે આલમખાન પઠાણ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આરોપી પોલીસની પકડમાં આવશે ત્યારે તેને ખરા અર્થમાં ડોન કોણ છે તે બાબતથી પોલીસ સારી રીતે માહિતગાર કરશે.
Tags :
Advertisement

.

×