Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SG હાઈવે બાદ વેજલપુરમાં ડ્રગ્સનો વેપાર, ચાની કીટલી પરથી SOG ક્રાઈમે ઝડપ્યો ડ્રગ્સ પેડલર

અમદાવાદમાં ફરી એક વાર નશાનો કારોબાર ઝડપાયો છે.જુહાપુરામાં નશો કરવા માટે જ નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમે ધરપકડ કરી.આરોપી ગલ્લા પર જ ડ્રગ્સની પડીકી બનાવી તેનું વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે.એસ.ઓ.જીક્રાઇમની ગિરફતમાં રહેલ સોહિલ ચૌહાણ 2.85 લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે.એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે વેજલપુર મામલતદાર કચેરી પાસે એમ.ડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્àª
sg હાઈવે બાદ વેજલપુરમાં ડ્રગ્સનો વેપાર  ચાની કીટલી પરથી sog ક્રાઈમે ઝડપ્યો ડ્રગ્સ પેડલર
Advertisement
અમદાવાદમાં ફરી એક વાર નશાનો કારોબાર ઝડપાયો છે.જુહાપુરામાં નશો કરવા માટે જ નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમે ધરપકડ કરી.આરોપી ગલ્લા પર જ ડ્રગ્સની પડીકી બનાવી તેનું વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે.
એસ.ઓ.જીક્રાઇમની ગિરફતમાં રહેલ સોહિલ ચૌહાણ 2.85 લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે.એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે વેજલપુર મામલતદાર કચેરી પાસે એમ.ડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.જે બાતમીના આધારે એસ.ઓ.જી વોચ ગોઠવીને આરોપી સોહિલ ચૌહાણને એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો.તપાસ કરતા પકડાયેલ આરોપી સોહિલ ડ્રગ્સ પેડલર હતો.જે અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું.
ડ્રગ્સ પેડલર સોહિલ ચૌહાણની પુછપરછ કરતા સામે આવ્યું છે કે શીફા હોસ્પિટલમાં નોકરી કરતો અને અન્ય એક મેડિકલ સ્ટોરમાં નોકરી હતો. ત્યાં કફ સીરપનો નશાના રવાડે ચઢ્યો હતો.તેવામાં સોહિલ રાજા નામના પેડલરના સંપર્કમાં આવતા જ રાજા પાસેથી સોહિલ ડ્રગ્સનો જથ્થો લાવી અને છૂટકમાં વેચાણ કરતો હતો.જેમાં 1500 થી 2000 રૂપિયામાં ડ્રગ્સની પડીકીઓ વેચતો હતો.જો કે આરોપી સોહિલ જુહાપુરા, સરખેજ અને વેજલપુરની ચાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો હતો.આરોપી સોહિલ પણ ડ્રગ્સનો બંધાણી છે, જેથી પોતાને ડ્રગ્સ ખરીદવા માટે પૈસા ન હોવાથી ડ્રગ્સ લાવી અને વેચતો અને પોતે પણ ડ્રગ્સનો નશો કરતો હતો.
એમ.ડી ડ્રગ્સના નેટવર્કમાં રાજા નામના શખ્સનું નામ સામે આવ્યું છે.આરોપી રાજા પાસેથી અગાઉ ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યો છે..જેથી એસ.ઓ.જી ટીમે રાજા નામના ડ્રગ્સ પેડલરની શોધખોળ શરૂ કરી છે.
Tags :
Advertisement

.

×