અમરાઈવાડીમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો
અમદાવાદમાં વધુ એક વાર 5 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે એક આરોપીને મંદિર બહાર MD ડ્રગ્સ વેંચતા જ ઝડપી લીધો છે. આરોપી અલગ અલગ વિસ્તારમાં લોકોને છૂટક ડ્રગ્સ આપવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ શહેર SOG ક્રાઈમે આ મામલે મોહમદ આરીફ ઉર્ફે કાળિયો નામના ગોમતીપુરના યુવકની ધરપકડ કરી છે..આરોપીની અમરાઈવાડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવતા તેની પાસેથી પોલીસને 5.12 લાખનું 51 ગ્રામ એમડી ડ્રગ
Advertisement
અમદાવાદમાં વધુ એક વાર 5 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે એક આરોપીને મંદિર બહાર MD ડ્રગ્સ વેંચતા જ ઝડપી લીધો છે. આરોપી અલગ અલગ વિસ્તારમાં લોકોને છૂટક ડ્રગ્સ આપવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેર SOG ક્રાઈમે આ મામલે મોહમદ આરીફ ઉર્ફે કાળિયો નામના ગોમતીપુરના યુવકની ધરપકડ કરી છે..આરોપીની અમરાઈવાડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવતા તેની પાસેથી પોલીસને 5.12 લાખનું 51 ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું છે...આરોપી પૂર્વ વિસ્તારમાં છૂટક પ્રમાણમાં આ ડ્રગ આપતો હતો. જે ભાવે તે ડ્રગ ખરીદતો તેનાથી ઊંચી કિંમતે ડ્રગ વેચતો અને જે નફો મળે એનાથી પોતાના માટે ડ્રગ ખરીદતો હતો અને આરોપી પોતે પણ પાંચેક વર્ષથી ડ્રગનો બંધાણી હોવાનું સામે આવ્યું છે.
આરોપીને ગોમતીપુરના અખ્તર ખાન નવાઝખાન પઠાણ નામના વ્યક્તિએ આ ડ્રગ આપ્યું હતું. જે હાલ ફરાર છે. તેણે અગાઉ કેટલા લોકોને કેટલા પ્રમાણમાં આ ડ્રગનો જથ્થો આપ્યો છે, એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, સાથે જ આરોપી વર્ષ 2004થી આંગડિયા લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશન ના અસંખ્ય ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે. આરોપી અનેક સમયથી ડ્રગ કેરિયર બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.


