ગુજરાતમાં દશેરા એટલે Fafda-Jalebi ની મોજ, સવારથી જ સ્ટોર પર લાંબી કતારો જોવા મળી
- ગુજરાતમાં દશેરાએ Fafda-Jalebi ખાવાનો રિવાજ
- ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનો પર્વ
- તમામ ફાફડા-જલેબીના સ્ટોર પર લાંબી કતારો જોવા મળી
- આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો નોંધાયો
- ફાફડા અને જલેબીના ભાવમાં 30થી 50 રૂપિયાનો વધારો થયો
- ફાફડાનો ભાવ પ્રતિ કિલોએ 750થી વધુ નોંધાયો
- જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 600 રૂપિયાથી વધુ નોંધાયો
- આજની પેઢીએ પણ ફાફડા ખાવાની પરંપરા યથાવત રાખી
Fafda-Jalebi : આજે સમગ્ર ગુજરાતમાં વિજયાદશમી (દશેરા) ના પવિત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતીઓ માટે આ તહેવાર માત્ર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક નથી, પણ ખાણી-પીણીનો એક મહાપર્વ પણ છે. દશેરા એટલે Fafda-Jalebi ખાવાનો રિવાજ! વહેલી સવારથી જ અમદાવાદ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર અને ફાફડા-જલેબીના સ્ટોર ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
ફાફડા-જલેબી ખાવાનો રિવાજ
ગુજરાતી સંસ્કૃતિમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ પેઢી દર પેઢીથી ચાલ્યો આવ્યો છે. આ પરંપરા પાછળ ધાર્મિક મહત્ત્વ પણ જોડાયેલું છે. ભગવાન શ્રી રામની રાવણ પરની વિજયની ઉજવણીમાં મોં મીઠું કરવા માટે જલેબી ખાવામાં આવે છે, અને સાથે ગુજરાતીઓની ખાસ વાનગી ફાફડાને જોડી દેવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે, આજની યુવા પેઢીએ પણ આ સ્વાદિષ્ટ પરંપરાને યથાવત રાખી છે. વહેલી સવારના 5-6 વાગ્યાથી જ પરિવારના સભ્યો ફાફડા જલેબી લેવા માટે લાઈનમાં ઊભા રહી જાય છે.
ગુજરાતમાં દશેરાએ ફાફડા-જલેબી ખાવાનો રિવાજ
ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનો પર્વ
તમામ ફાફડા-જલેબીના સ્ટોર પર લાંબી કતારો જોવા મળી
આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો નોંધાયો
ફાફડા અને જલેબીના ભાવમાં 30થી 50 રૂપિયાનો વધારો થયો
ફાફડાનો ભાવ પ્રતિ કિલોએ 750થી વધુ… pic.twitter.com/2dgeI9cGJP— Gujarat First (@GujaratFirst) October 2, 2025
બજારમાં ઉત્સાહ વચ્ચે Fafda-Jalebi ના ભાવમાં વધારો
આ વર્ષે દશેરાના ઉત્સાહ વચ્ચે ગ્રાહકોને ફાફડા-જલેબીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાદ્ય સામગ્રી અને મોંઘવારીના કારણે આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ₹ 30 થી ₹ 50 પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે, તેમ છતાં લોકોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. જણાવી દઇએ કે, ફાફડાનો પ્રતિ કિલોગ્રામનો ભાવ ₹ 750 કરતા પણ વધારે નોંધાયો છે. ત્યારે જલેબીનો પ્રતિ કિલોગ્રામનો ભાવ ₹ 600 કરતા વધારે જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાવ વધારો હોવા છતાં, ગુજરાતીઓ માટે આ વાનગી માત્ર એક ખાદ્ય પદાર્થ નથી પણ તહેવારની ઉજવણીનો અનિવાર્ય ભાગ છે. સ્ટોર પર વહેલી સવારથી જ જોવા મળતી લાંબી કતારો સ્પષ્ટપણે દર્શાવે છે કે પૈસા કરતાં પરંપરાનું મહત્ત્વ વધુ છે. દશેરાનો આ દિવસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને ફાફડા તળવાના અને જલેબીના ગળપણની મીઠી સુગંધથી મહેકાવી રહ્યો છે.
આ પણ વાંચો : Dussehra 2024 : ફાફડા-જલેબીનાં ભાવમાં 20 ટકાનો વધારો! જાણો ભાવ, રાજ્યભરમાં શસ્ત્રપૂજન


