અમદાવાદની 4 શાળાઓને નિયત ફી કરતા વધુ ફી લેતી હોવાથી FRC એ ફટકાર્યો દંડ
- અમદાવાદની 4 શાળાઓને FRC એ પાંચ લાખનો દંડ ફટકાર્યો
- નિયત ફી કરતા વધુ ફી લેતી હોવાથી પાંચ લાખનો દંડ
- વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનેસિસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ
- વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલ ફી વસૂલી લીધી હતી
- FRC એ ફી વધારો મંજૂર ના કર્યો હોવા છતાં ફી વસૂલી લીધી હતી
- જેમ્સ જિનેસિસ, શિવ આશિષ અને તુલીપ સ્કૂલે પ્રી પ્રાયમરીની ફી મંજૂર કરાવ્યા વિના જ ઉઘરાવી લીધી હતી
- 5 લાખનો દંડ કરવા સાથે વાલીઓને ફી સરભર કરી આપવા પણ આદેશ
FRC fines 4 schools in Ahmedabad : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શાળાની ફીનો મુદ્દો વાલીઓ માટે ચિંતાનો વિષય રહ્યો છે. શાળાઓ દ્વારા નિયત ફી કરતાં વધુ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી રહી છે. આ જ વિવાદમાં હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે. અમદાવાદની 4 પ્રતિષ્ઠિત શાળાઓને નિયમોનું ઉલ્લંઘન કરીને વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવા બદલ 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે જ વાલીઓને વધુ લીધેલી ફી પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
કઈ શાળાઓ પર તવાઈ?
FRC દ્વારા જે શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં અમદાવાદની 4 જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. જેમા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનેસિસ (GEMS Genesis), શિવ આશિષ સ્કૂલ, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓ પર મુખ્યત્વે નિયત ફી કરતાં વધુ ફી વસૂલવાનો આરોપ સાબિત થયો છે, જેના કારણે FRC એ આ સખત પગલું લીધું છે.
Ahmedabad ની 4 શાળાઓને લાગ્યો 5 લાખ રૂપિયાનો દંડ! | Gujarat First
Ahmedabad ની 4 શાળાઓને FRCએ દંડ ફટકાર્યો
ચાર શાળાઓને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
નિયત ફી કરતાં વધુ ફી લેતી હોવાને કારણે દંડ ફટકાર્યો
FRCએ ફી વધારાને મંજૂરી ન આપી હોવા છતાં શાળાઓએ ફી વસૂલી
વાલીઓને વધારાની ફી પરત… pic.twitter.com/BnujPZPybX— Gujarat First (@GujaratFirst) October 9, 2025
ક્યાં ભૂલ થઈ? FRC ની સ્પષ્ટતા
FRC એ સ્પષ્ટ કર્યું છે કે આ શાળાઓએ નિયમોની અવગણના કરીને ફી વસૂલી હતી. નિયમભંગની વિગતો નીચે મુજબ છે:
- વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો કેસ : આ શાળાએ FRC દ્વારા ફી વધારો મંજૂર ન કર્યો હોવા છતાં, દરખાસ્ત કરેલી ઊંચી ફી વાલીઓ પાસેથી વસૂલી લીધી હતી. એટલે કે, કમિટીની મંજૂરી વિના જ શાળાએ પોતાના મનસ્વી દરે ફી ઉઘરાવીને નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યું.
- જેમ્સ જેનેસિસ, શિવ આશિષ અને તુલીપ સ્કૂલનો કેસ : આ 3 શાળાઓએ તો એક ડગલું આગળ વધીને પ્રી-પ્રાયમરી (Pre-Primary) વિભાગની ફી FRC પાસે મંજૂર કરાવ્યા વિના જ વાલીઓ પાસેથી ઉઘરાવી લીધી હતી.
પ્રિ-પ્રાયમરીની ફી નિયમ પ્રમાણે FRC ની મંજૂરી મેળવવી ફરજિયાત છે, જેનું પાલન કરવામાં આવ્યું નહોતું. આ તમામ કિસ્સાઓમાં શાળાઓ દ્વારા FRC ના આદેશોની અવગણના અને નિયમોનો ભંગ સ્પષ્ટપણે જોવા મળે છે.
FRC નો કડક આદેશ
નિયમભંગ બદલ FRC દ્વારા દરેક શાળાને 5-5 લાખ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આ દંડ કરતાં પણ વધુ મહત્વની વાત એ છે કે FRC એ આ તમામ શાળાઓને વાલીઓ પાસેથી વધુ લીધેલી ફી તાત્કાલિક સરભર (પરત) કરી આપવાનો આદેશ પણ આપ્યો છે. આ નિર્ણય વાલીઓ માટે એક મોટી રાહત છે. તેનો અર્થ એ છે કે શાળાઓએ મંજૂર કરેલી ફી કરતાં જેટલી રકમ વધુ લીધી છે, તે રકમ વાલીઓને પરત કરવી પડશે. FRC નું આ પગલું દર્શાવે છે કે કમિટી વાલીઓના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો : Ahmedabad : બોપલની Satyamev International School નો વિવાદાસ્પદ આદેશ! વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી


