અમદાવાદમાં આવી છે FUN' ઓફિસ, જાણો ત્યાં કામ કઇ રીતે થાય છે
ઓફિસ શબ્દ સાંભળીને તમારા મન માં કેવું ચિત્ર આવે? અને વર્ક - પ્રેશરને કારણે કેટલાકને તો ઓફીસ જવુ ગમતુ પણ ન હોય.પરંતુ અમદાવાદમા આવેલા સેંડકપ ડિઝાઇન સ્ટુડિયોના કર્મચારીઓ ઓફીસને એન્જોય કરે છે. પોતાના વિશિષ્ટ અને આધુનિક વર્ક કલ્ચર દ્વારા તેમણે સમગ્ર ભારત માં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. દેશના અનેક રાજ્યોમાંથી લોકો અમદાવાદ આવી સેંડકપ ડિઝાઇન સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે. અહીં કોઈ શિફ્à
Advertisement
ઓફિસ શબ્દ સાંભળીને તમારા મન માં કેવું ચિત્ર આવે? અને વર્ક - પ્રેશરને કારણે કેટલાકને તો ઓફીસ જવુ ગમતુ પણ ન હોય.પરંતુ અમદાવાદમા આવેલા સેંડકપ ડિઝાઇન સ્ટુડિયોના કર્મચારીઓ ઓફીસને એન્જોય કરે છે. પોતાના વિશિષ્ટ અને આધુનિક વર્ક કલ્ચર દ્વારા તેમણે સમગ્ર ભારત માં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. દેશના અનેક રાજ્યોમાંથી લોકો અમદાવાદ આવી સેંડકપ ડિઝાઇન સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે. અહીં કોઈ શિફ્ટ કે working hoursનો કોન્સેપટ જ નથી. ટીમના તમામ સભ્યો પોતાની અનુકૂળતા એ આવે, પ્રતિબધ્ધતાથી પોતાનું કામ કરે, બીજા ને મદદ કરે, થોડું સંગીત સાંભળે, અને chill કરે.
અમદાવાદમાં એક એવી કંપની આવેલી છે ત્યાંની મુલાકાત લો તો ઓફિસ કમ ઘરની ફીલિંગ આવે છે. આ ઓફિસની મુલાકાત લો તો કોઈક ગીટાર વગાડતુ હોય. કોઈ બેડ પર સુતા સુતા ઓફિસ વર્ક કરતા હોય તો કોઈ ઓફીસીયલ રીતે. તો કોઈ પોતાની મરજી મુજબ. અહી કોઈ રોક ટોક નથી કોઈ વીક ઓફ નથી. અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર સ્થિત સેંડકપ ડિઝાઇન સ્ટુડિયો આંતરરાષ્ટ્રીય સ્તરે યુ આઈ /યુ એક્સ ડિઝાઇન, Visual Design, Brand Building ,વગેરે કાર્ય કરે છે અને કંપનીના ફાઉન્ડરના જણાવ્યુ મુજબ તેમની સફળતાનું મોટું કારણ છે તેમની ઓફીસનુ અદભુત ઓપન કલ્ચર. અહીં કોઈ સિનિયર કે જુનિયર નથી, ટીમના બધા જ સભ્યો CEO છે. ટીમના સભ્યો એકબીજાને પરિવાર માને છે અને ઓફિસમાં પણ તમને એકદમ ઘર જેવો chill માહોલ જોવા મળે છે. આજના સમયમાં જયારે કામ ના સ્ટ્રેસના લીધે લોકોમાં હાયપરટેન્શન જેવી બીમારીઓ નું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે, ત્યારે સેંડકપ ડિઝાઇન સ્ટુડિયો નું આ વર્ક ક્લચર એક સુંદર અપવાદનુ ઉદાહરણ બન્યુ છે.
મહત્વનું છે કે આ કંપનીએ કર્મચારીઓને વર્કીંગ ફ્રીડમ તો આપ્યુ જ છે સાથે સાથે એલજીબીટી વર્ગને પણ કંપનીમાં સ્થાન આપ્યુ છે. આ વર્ગમાં લેસ્બિયન અને ગે જેવા વર્ગનો પણ સમાવેશ થાય છે જેમને સમાજ સ્વીકારવા તૈયાર નથી ત્યારે તેમની કંપનીમાં આ વર્ગની વ્યક્તીઓ પણ જોબ કરી રહી છે. કંપનીના ફાઉન્ડર પ્રમોદ સિન્હા જણાવે છે કે Creative Community માટે આટલું આદર્શ platform બનાવનાર સેંડકપ ગુજરાત નો પેહલો ડિઝાઇન સ્ટુડિયો છે. અહીં ટીમના બધા જ સભ્યોનો એકસમાન દરજ્જો છે અને ટીમ ના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો પણ આખી ટીમ જોડે મળીને લે છે. અહીં કંપનીના તમામ કર્મચારીઓ વર્કીંગની સાથે પોતપોતાની મનપસંદ લાઈફસ્ટાઈલ અને મરજી મુજબ વર્કીંગ કરવાની છુટ આપવામાં આવી છે. જાતપાત, ધર્મ, સામાજિક વર્ગ, અને જાતીય ઓળખ થી વિમુખ, આ સ્ટુડિયોનું એકમાત્ર લક્ષ છે દરેક સભ્યની ક્રીએટીવીટીને શ્રેષ્ઠ રીતે બહાર લાવવી અને એ દિશામાં આગળ વધવા તેમને લીધેલા પગલાંઓ આધુનિક વર્ક કલ્ચરની તાતી જરૂરિયાત છે.


