Ganesh Visarjan : ગણપતિ બાપ્પાના વિસર્જનનો આજે અંતિમ દિવસ, જાણો અમદાવાદમાં તંત્રની કેવી છે તૈયારી
- ગણપતિ બાપ્પાના વિસર્જન (Ganesh Visarjan) નો આજે અંતિમ દિવસ
- શ્રદ્ધાળુઓ ભક્તિભાવે ગણપતિ બાપ્પાને આપશે વિદાય
- 'આવજો બાપ્પા'ના ઘોષથી ગૂંજી ઉઠશે વાતાવરણ
- વિસર્જનને લઈને ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Ganesh Visarjan : 10 દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ છે. ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે સ્થાપિત થયેલા ગણપતિ બાપ્પાને આજે શ્રદ્ધાળુઓ ભારે હૈયે વિદાય આપશે. 'ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચા વર્ષી લવકર યા'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. આ ભવ્ય વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી Ganesh Visarjan ની પ્રક્રિયા સુચારુ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય.
Ganesh Visarjan
AMC દ્વારા 49 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા
ગણેશ વિસર્જન (Ganesh Visarjan) શાંતિપૂર્ણ રીતે થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ચારેય ઝોનમાં કુલ 49 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કુંડ નદી, તળાવ કે અન્ય જળાશયોમાં વિસર્જન કરવાથી થતા પ્રદૂષણને અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. વિસર્જન સ્થળો પર મનપાના કર્મચારીઓ, પોલીસ, અને ફાયર બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે. આ ઉપરાંત, વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે 50 ક્રેન, જેસીબી મશીન અને 150થી વધુ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગણપતિ વિસર્જન
Ganesh Visarjan માં ટ્રાફિક ડાયવર્ઝન અને જડબેસલાક વ્યવસ્થા
વિસર્જનની યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ આયોજન કર્યું છે. શનિવારે બપોર બાદ શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. ખાસ કરીને રિવરફ્રન્ટ જેવા મુખ્ય વિસર્જન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી, ત્યાં ટ્રાફિકની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાનો હેતુ એ છે કે શ્રદ્ધાળુઓ અને અન્ય વાહનચાલકો કોઈ પણ અવરોધ વગર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
Ahmedabad Ganesh Visarjan
તંત્રની નાગરિકોને ખાસ અપીલ
તંત્ર દ્વારા નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડમાં જ ગણેશ વિસર્જન કરે. તાજેતરમાં ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ અને તળાવોમાં પાણીનું સ્તર વધ્યું છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ દુર્ઘટના ટાળવા માટે ખુલ્લા જળાશયોમાં વિસર્જન ન કરવું એ ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : Bharuch : શ્રીજી વિસર્જન માટે 3542 પોલીસકર્મી, 100 ન.પા. કર્મીઓ ખડેપગે રહેશે


