Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાણીલીમડામાં વધુ એક હત્યાને અંજામ,પત્ની પર શંકા રાખી મોતને ઘાટ ઉતારી

પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયોઅમદાવાદમાં એક બાદ એક હત્યાની ઘટનાઓ બની રહી છે. તેવામાં દાણીલીમડામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના દાણીલીમડામાં 3 દિવસ પહેલા પતિએ છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી પોતાની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યા કરવા પાછળનું કારણ ઘરકંકાસ અને વહેમ હોવાનું ખુલ્યું છે. દોઢ વર્ષના લગ્નજ
દાણીલીમડામાં વધુ એક હત્યાને અંજામ પત્ની પર શંકા રાખી મોતને ઘાટ ઉતારી
પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો
અમદાવાદમાં એક બાદ એક હત્યાની ઘટનાઓ બની રહી છે. તેવામાં દાણીલીમડામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે. 
અમદાવાદના દાણીલીમડામાં 3 દિવસ પહેલા પતિએ છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી પોતાની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યા કરવા પાછળનું કારણ ઘરકંકાસ અને વહેમ હોવાનું ખુલ્યું છે. દોઢ વર્ષના લગ્નજીવનમાં પતિ પોતાની પત્ની પર જ શંકા કરતો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે હત્યા કરનાર પતિ આમીરખાન પઠાણની ધરપકડ કરી છે. 13 ફેબ્રુઆરીએ બપોરના સમયે દાણીલીમડા ન્યુ શાહઆલમનગરમાં રહેતી 20 વર્ષીય આફરીનબાનું ઘરમાં બેઠી હતી. દરમિયાન આમીરખાન પઠાણ આવી આચનક ઝઘડો કરી પગના ભાગે ઉપરા છાપરી છરીના ધા ઝીકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.હત્યા કરી ભાગી ગયો ત્યારના સીસીટીવી સામે આવ્યા હતા, જેના આધારે પોલીસને માહિતી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પાસે આરોપી ઉભો છે. જેથી દાણીલીમડા પોલીસે માહિતીના આધારે આરોપી આમીરને ઝડપી પાડ્યો હતો.
વડોદરાથી ઝડપાયો હત્યારો
પોલીસે આરોપી આમિરખાન પઠાણની પુછપરછ કરતા તેને પત્ની પર શંકા હોવાનું અને તેના લીધે અવારનવાર ઘરકંકાસ થતા પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જો કે આરોપી હત્યા કર્યા બાદ વડોદરા અને ઉમરાવ નાસી છુટ્યો હતો. વડોદરામાં નોકરીની તલાશ કરી રહ્યો હતો. પરંતુ નોકરી ન મળતા ટ્રેનમાં મહારાષ્ટ્ર એક સંબંધીના ઘરે જવાની ફિરાકમાં હતો. ત્યારે જ પોલીસને ચોક્કસ બાતમી મળતા વડોદરા રેલવે સ્ટેશન પાસેથી આરોપી આમીરને પકડી લીધો. દાણીલીમડા પોલીસે હત્યારા આમિર પઠાણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી હત્યા કરવા  માટે છરી ક્યાંથી લાવ્યો હતો, અને હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.