Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિને 32 હજારનું પેન્શન લેતા AMC નાં નિવૃત્ત કર્મચારીને 4 હજારની લાંચ લેતા Gujarat ACB એ પકડ્યો

Gujarat ACB છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અમદાવાદ મ્યુનિ. કૉપૉ.ના ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓને લાખો રૂપિયાના લાંચકાંડમાં પકડી ચૂકી છે.
મહિને 32 હજારનું પેન્શન લેતા amc નાં નિવૃત્ત કર્મચારીને 4 હજારની લાંચ લેતા gujarat acb એ પકડ્યો
Advertisement

Gujarat ACB : ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ મ્યુનિસિપલ કૉપૉરેશન (Corruption in AMC) માં તમામ સ્તરના કર્મચારી/અધિકારીઓ કરપ્શનમાં ગળાડૂબ છે. Gujarat ACB છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અમદાવાદ મ્યુનિ. કૉપૉ. ના ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓને લાખો રૂપિયાના લાંચકાંડમાં પકડી ચૂકી છે. એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે આજે એક નિવૃત્ત વૉર્ડ ઇન્સ્પેક્ટરને 4 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો છે.

આ પણ વાંચો - બોગસ ગન લાયસન્સ સ્કેમમાં કૉર્પોરેટર, બિલ્ડર અને લોક કલાકારોના નામ આરોપી તરીકે ઉછળ્યા હતા, આરોપીઓ પકડવામાં Gujarat ATS નો ભેદ-ભાવ

Advertisement

Gujarat ACB એ કેમ ગોઠવી ડીકોય ?

અમદાવાદ મ્યુનિસિપિલ કૉપૉરેશનના ભ્રષ્ટાચારી અધિકારી/કર્મચારીઓને પકડી ભૂતકાળમાં નોંધપાત્ર કેસ કર્યા છે. Gujarat ACB Toll Free 1064 નંબર પર અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાંથી અનેક ફરિયાદો મળી હતી. પૂર્વ અમદાવાદમાં આવેલા વિરાટનગર વૉર્ડમાં પ્રૉપર્ટી ટેક્સ આકારણીની કામગીરી કરનારા AMCના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે નાણા પડાવતા હોવાની ફરિયાદો મળી હતી. વિરાટનગરના રહીશો અને વેપારીઓને જુદાજુદા બહાના બતાવી 1 હજારથી લઈને 10 હજાર રૂપિયા સુધી પડાવવામાં આવતા હોવાની રજૂઆતના પગલે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન.પટેલે ડીકોય ગોઠવી હતી. PI D N Patel એ ડીકોયરની મદદથી લાંચનું છટકું ગોઠવતા AMCના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી (ઉ.વ. 68 રહે. ડી-1004, આરોહી એલીજીયમ, સાઉથ બોપલ, અમદાવાદ) રૂપિયા 4000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો - 2323 કરોડના સટ્ટાકાંડનો કેસ થતાં સૂત્રધાર Harshit Jain ગોવાથી વાયા નેપાળ થઈને દુબઈ પહોંચ્યો હતો

ગુજરાત ACB નિવૃત્ત કર્મચારી વિરૂદ્ધ કરશે રિપોર્ટ

Team ACB Gujarat એ લાંચની રકમ લેનારા ગોવિંદભાઈ ડાભીની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. લાંચ કેસમાં પકડાયેલા આરોપી ગોવિંદ ડાભી વર્ષ 2015માં નિવૃત્ત થયાં છે. તેઓ અગાઉ અમદાવાદ મ્યુનિસિપિલ કૉપૉરેશનના મધ્ય ઝોનમાં વૉર્ડ ઇન્સ્પેક્ટર ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં હતાં. હાલ ગોવિંદભાઈને મહિને 32 હજાર રૂપિયા પેન્શન મળે છે. એસીબીના તપાસ અધિકારી આગામી દિવસોમાં લાંચ કેસમાં ઝડપાયેલા કૉપૉરેશનના કર્મચારી વિરૂદ્ધ રિપોર્ટ કરશે.

આ પણ વાંચો - ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી

Tags :
Advertisement

.

×