Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ‘Spacetech Policy’ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવવા તૈયાર છે.
ગુજરાત ‘spacetech policy’ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું  અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન
Advertisement

ભારતનું સેમિકન્ડક્ટર હબ બન્યા બાદ ગુજરાત હવે Spacetech Policy થી નવા આયામો સર કરશે
સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની તૈયારી
INSPACe, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ (DoS) સાથે ભાગીદારી કરશે ગુજરાત સરકાર

ગુજરાત સરકારે આજે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 (Gujarat Spacetech Policy 2025-2030) જાહેર કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવવા તૈયાર છે.

Advertisement

IN-SPACe, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે ભાગીદારી

આ પોલિસી અંતર્ગત IN-SPACe, ISRO અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ (DoS) સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં સહાયતા મળશે. વર્તમાન સમયમાં સંરક્ષણ, નેવિગેશન, આરોગ્ય સેવા, ઈન્ટરનેટ, ડેટા ટ્રાન્સફર, હવામાનના અંદાજ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં સ્પેસ ક્ષેત્ર અનિવાર્ય બન્યું છે. ચંદ્રયાન, મંગળયાન અને SpaDeX જેવા મિશનોથી આપણા દેશની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિઝનરી નેતૃત્વમાં વર્ષ 2020 માં ખાનગી ભાગીદારી માટે સ્પેસ ક્ષેત્ર ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું અને ખાનગી ક્ષેત્રો માટે સિંગલ વિન્ડો તરીકે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરની ( IN-SPACe) રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ મહત્વાકાંક્ષી કામગીરીને વેગ આપવા માટે ભારત સરકારે ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023 અને FDI માં જરૂરી સુધારા જાહેર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Bribe Case : 15 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારના રિમાન્ડ મંજૂર

અવકાશ ટેક્નોલૉજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના

સ્પેસટેક નીતિ (Spacetech Policy 2025-2030) સેટેલાઇટ પેલોડ્સ અને ભાગોના ઉત્પાદનથી લઈને સંદેશાવ્યવહાર અને પ્રોપલ્શન સિસ્ટમ્સ, ગ્રાઉન્ડ સ્ટેશનો, સેટેલાઇટ નિયંત્રણ કેન્દ્રો અને અવકાશ-આધારિત એપ્લિકેશન ડિઝાઇન સહિત અવકાશ ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે નાણાંકીય અને બિન-નાણાંકીય સહાય પૂરી પાડશે. ગુજરાત સરકાર (
Gujarat Government) આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અવકાશ ટેક્નોલૉજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.

ગુજરાત સ્પેસટેક પોલિસીના મુખ્ય અંશો:

1. સ્પેસટેક મેન્યુફેક્ચરિંગ - ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ (2022-2028) હેઠળ સહાય ઉપરાંત, લૉન્ચ ખર્ચ અને પેટન્ટ ફાઇલિંગ માટે વધારાની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે.
2. ગ્રાઉન્ડ સેગમેન્ટ, સ્પેસ એપ્લિકેશન્સ અને ડિઝાઇન - આ ક્ષેત્રોમાં સામેલ સાહસો ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ પ્રોત્સાહનો માટે પાત્ર રહેશે.
3. સ્પેસટેક સ્ટાર્ટઅપ્સ - ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ ICT અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામ દ્વારા સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad: વસ્ત્રાપુર વિસ્તારમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ વીડિયો

સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કનાં નિર્માણ માટે કામગીરી કરાશે

આ પહેલ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં નિર્માણ અને સંચાલન કરવા માટે સશક્ત બનાવશે. ગુજરાત સરકાર (Gujarat Government) એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે INSPACe, અવકાશ વિભાગ (ભારત સરકાર) સાથે મળીને કામ કરશે, જેમાં સામાન્ય તકનીકી સુવિધાઓ સહિત માળખાગત સુવિધાઓ હશે અને તે અવકાશ ક્ષેત્રમાં સાહસોને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત પ્લેટફૉર્મ પૂરું પાડશે. આ નીતિ ગુજરાતના સ્પેસટેક સાહસો માટે સરકારની પ્રતિબદ્ધતા અને મજબૂત સમર્થન સૂચવે છે. ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, IT/ITeS અને GCC માટે કેન્દ્રિત નીતિઓના તાલમેલ સાથે આ સ્પેસટેક નીતિનો ઉદ્દેશ ગુજરાતને હાઇ-ટેક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અને 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં આગળ વધવાનો છે.

આ પણ વાંચો - Ahmedabad : લાંચ કેસમાં ફરાર આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ACB એ કરી ધરપકડ

Tags :
Advertisement

.

×