ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Congess : ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ

ધારાસભ્ય લલિત કગથરાએ (Lalit Kagathara) જણાવ્યું કે, પાટીદાર સમાજ થોડાઘણા અંશે વિમુખ થયો છે.
10:50 PM Jul 01, 2025 IST | Vipul Sen
ધારાસભ્ય લલિત કગથરાએ (Lalit Kagathara) જણાવ્યું કે, પાટીદાર સમાજ થોડાઘણા અંશે વિમુખ થયો છે.
  1. ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક યોજાઈ (Gujarat Congess)
  2. બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન
  3. પાટીદાર સમાજ થોડાઘણા અંશે વિમુખ થયો છે: લલિત કગથરા
  4. ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાની લેવા સક્ષમ : પ્રતાપ દુધાત

Gujarat Congess : રાજ્યમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી હાર્યા બાદ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનાં રાજીનામા બાદથી આ પદ ખાલી છે. ત્યારે આ પદની જવાબદારી હવે કોને મળશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો અને તર્ક-વિતર્કનો માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, આજે અમદાવાદ (Ahmedabad) ખાતે ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચો - Gandhinagar: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે, વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ કરાવાશે

પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે કાર્યક્રમો યોજીશું : લલિત કગથરા

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congess) પાટીદાર નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ (Lalit Kagathara) જણાવ્યું કે, પાટીદાર સમાજ થોડાઘણા અંશે વિમુખ થયો છે. આથી, પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે કાર્યક્રમો યોજીશું. જ્યાં જ્યાં પાટીદાર સમાજની (Patidar Samaj) વસ્તી છે ત્યાં અમે પહોચીશું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદે જગ્યા ખાલી છે, ત્યારે પ્રમુખ પદ માટે પાટીદાર આગેવાનને બેસાડવા અમારી માગ છે.

આ પણ વાંચો - Sabarkantha : સાબરડેરીનો મહત્ત્વનો નિર્ણય, સાબરદાણનાં ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવો ભાવ

ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાની લેવા સક્ષમ : પ્રતાપ દુધાત

પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી સાથે ટેલિફોનિક વાત થઈ છે. રાહુલ ગાંધીનો (Rahul Gandhi) સમય મળ્યા બાદ દિલ્લી મળવા માટે જઈશું. કોંગ્રેસે 7 જિલ્લાની આગેવાની પાટીદાર સમાજના નેતાને આપી છે. પાટીદાર સમાજ આગેવાની લેવા સક્ષમ છે. પાટીદાર સમાજે 2015 અને 2017 માં ભાજપનો (BJP) વિરોધ કરતા કોંગ્રેસ સાથે જોડાયો હતો. ફરી એકવાર પાટીદાર સમાજને કોંગ્રેસ સાથે જોડવા પ્રયત્ન કરવામાં આવશે. અમે દિલ્લી મળવા જઈશું ત્યારે પાટીદાર સમાજને પ્રમુખ બનાવવામાં આવે એવી માગ કરીશું. બીજી તરફ નેતા પ્રતાપ દુધાતે જણાવ્યું કે, કોંગ્રેસે 7 જિલ્લાની આગેવાની પાટીદાર સમાજના નેતાઓને આપી છે. ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાની લેવા માટે સક્ષમ છે. ભૂતકાળમાં અનેક આંદોલનોમાં પાટીદાર સમાજ આગેવાની લઈ ચૂક્યો છે.

આ પણ વાંચો - Gandhinagar: નભોઈ કેનાલમાં કાર પડી જતા અમદાવાદની એક યુવતિ સહિત બે યુવકોના મોત

Tags :
AAPAhmedabadBJPCongressGujarat CongessGUJARAT FIRST NEWSGujarat PoliticsKadi and Visavdar Assembly ElectionLalit KagatharaPatidar Communityrahul-gandhiShaktisinh GohilTop Gujarati News
Next Article