Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે, નવી ગાઈડલાઈન થશે જાહેર

ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરશે તેના પર રાજ્યની જનતાની નજર રહેશે. 18 ફેબ્રુઆરી સવારે 6 કલાકે કોરોનાની ગાઈડલાઈન પૂર્ણ થાય છે. મહત્વનું છે કે રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ઘટતાં કોરોનાની નવી ગાઈડલાઈનમાં મોટી છૂટછાટ મળી શકે છે.ભવનાથના મેળાને મળી શકે મંજૂરીકોરોનાની નવી ગાઈડલાઈનમાં લગ્ન અને સામાજિક પ્રસંગોમાં સંખ્યા મર્યાદા àª
રાજ્યમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે  નવી ગાઈડલાઈન થશે જાહેર
ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરશે તેના પર રાજ્યની જનતાની નજર રહેશે. 18 ફેબ્રુઆરી સવારે 6 કલાકે કોરોનાની ગાઈડલાઈન પૂર્ણ થાય છે. મહત્વનું છે કે રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ઘટતાં કોરોનાની નવી ગાઈડલાઈનમાં મોટી છૂટછાટ મળી શકે છે.
ભવનાથના મેળાને મળી શકે મંજૂરી
કોરોનાની નવી ગાઈડલાઈનમાં લગ્ન અને સામાજિક પ્રસંગોમાં સંખ્યા મર્યાદા વધારાય તેવી શક્યતા છે, હાલની ગાઈડલાઈનમાં 300 લોકોને મંજૂરી આપવામાં આવેલી છે. જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથના મેળાના આયોજનને મંજૂરી મળી શકે છે. હોટલ-રેસ્ટોરન્ટોમાં સંપૂર્ણ છૂટછાટ મળે તેની પ્રબળ શક્યતા છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને
કોરોનાના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની વાત કરી છે. બસમાં મુસાફરીની 75 ટકાની મર્યાદા પણ દૂર કરાઈ શકે છે.
ગુજરાત સરકાર માસ્કના દંડમાં રાહત આપે તેવી અવારનવાર રજૂઆત કરાઈ છે, અને રાજ્ય સરકાર તેના પર વિચારણા પણ કરી રહી છે. જો રાજ્ય સરકાર નવી ગાઈડલાઈનમાં મોટી છૂટછાટ આપે તો તે બાદની સ્થિતિ પર
સતત નજર રાખશે. 

Advertisement

Tags :
Advertisement

.