Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Council of Assocham એ સાયબર સુરક્ષા અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું

અગ્રણી ઉદ્યોગ મંડળ ગુજરાત કાઉન્સિલ ઓફ એસોચેમ (Gujarat Council of Assocham) અને અગ્રણી ટેક એનએબલએવી 63 મૂન્સ ટેક્નોલોજીસ (NBLAV 63 Moons Technologies) દ્વારા સંયુક્ત રીતે સાયબર સુરક્ષા (cyber security) પર એક અવેરનેસ પ્રોગામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ઝડપથી...
gujarat council of assocham એ સાયબર સુરક્ષા અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું
Advertisement

અગ્રણી ઉદ્યોગ મંડળ ગુજરાત કાઉન્સિલ ઓફ એસોચેમ (Gujarat Council of Assocham) અને અગ્રણી ટેક એનએબલએવી 63 મૂન્સ ટેક્નોલોજીસ (NBLAV 63 Moons Technologies) દ્વારા સંયુક્ત રીતે સાયબર સુરક્ષા (cyber security) પર એક અવેરનેસ પ્રોગામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ઝડપથી વિકસિત થઈ રહેલા ડિજિટલ લેન્ડસ્કેપ (digital landscape) માં સાયબર સુરક્ષા (cyber security) ને લગતા નિર્ણાયક મુદ્દાઓ પર ચર્ચા કરવા તજજ્ઞો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

એસોચેમ ગુજરાત કાઉન્સિલમાં આઈપીઆર કમિટીના ચેરમેન નકુલ શેરદલાલના સ્વાગત પ્રવચન સાથે “સાયબર સિક્યોરિટી ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ” વિષય પર આયોજીત કોન્ફરન્સની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે શેરદલાલે ડિજિટલ સંપત્તિઓને સાયબર ક્રાઈમથી રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ડિજિટલ માહિતીની સલામતીની ખાતરી કરવી વ્યક્તિઓ, કંપનીઓ અને સરકારો માટે સર્વોપરી છે. વૈશ્વિક સ્તરે સાયબર સુરક્ષા હુમલાઓ ટ્રિલિયન ડોલરનું નુકસાન કરી શકે છે, જેનાથી આ એક ગંભીર ખતરો બની શકે છે. સાયબર સુરક્ષા એ માત્ર સ્થાનિક ચિંતા નથી પરંતુ વૈશ્વિક અને રાષ્ટ્રીય પ્રાથમિક્તા છે, જેનાથી સાયબર જોખમોનો અસરકારક રીતે સામનો કરવા માટે રાષ્ટ્રોની વચ્ચે સહયોગી પ્રયાસો જરૂરી છે.” આ અવસરે 63 એસએટીએસના સલાહકાર જોસેફ મેસીએ સાયબર ક્રાઈમના બહુપક્ષીય પરિણામો પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા કૃત્યો પાછળનો ઉદ્દેશ નાણાકીય લાભોથી વધુ પણ હોઇ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, “ફ્રોડ કરનારાઓનો પ્રથમ ઉદ્દેશ ખરેખર નાણાકીય હોઈ શકે છે. પરંતુ અન્ય ઉદ્દેશોને પણ નજર અંદાજ ન કરી શકાય. જેમ કે આરોગ્યસંભાળ સંસ્થાઓ, બેંકિંગ સિસ્ટમ અથવા તો સરકારોને પણ લક્ષ્ય બનાવવાનું હોય છે.

Advertisement

આ પ્રસંગે પોતાના પ્રતિભાવ શેર કરતાં સાયબર લો કન્સલ્ટિંગના પ્રેસિડન્ટ એડવોકેટ (ડૉ.) પ્રશાંત માળીએ છેતરપિંડી અને ગુનાઓમાં આવેલા ચિંતાજનક ઉછાળા પર ભાર મૂક્યો હતો. તેમણે ફિશિંગ લિંક્સનો ભોગ બનવા જેવી સામાન્ય મુશ્કેલીઓ સામે ચેતવણી આપી અને વ્યક્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડતી વખતે સાવચેતી રાખવા અપીલ પણ કરી હતી. આ ઈવેન્ટમાં જીઇએસઆઇએ આઇ.ટી એસોસિએશનના ચેરમેન પ્રણવ પંડ્યા અને 63 SATSના ટેક સીઈઓ નીહર પઠારે સહિતના પ્રતિષ્ઠિત વક્તાઓ અને નિષ્ણાતોએ ઉપયોગી માહિતી શેર કરી હતી. તજજ્ઞોએ કહ્યું કે, એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં સાયબર જોખમ વધુને વધુ વ્યાપક બન્યું છે. તેઓએ સાયબર ખતરાઓને ઘટાડવા અને ડિજિટલ સુરક્ષા વધારવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અવેરનેસ કાર્યક્રમે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં પડકારો અને અવસરો વિશે હિસ્સેદારોને શિક્ષિત કરવા માટે એક સક્રિય પહેલના રૂપમાં કાર્ય કરું અને તેનો ઉદ્દેશ પાર્ટિસિપેન્ટ્સને સાયબર જોખમો સામે અસરકારક રીતે રક્ષણ આપવા માટે સશક્ત કરવાનો છે.

Advertisement

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Sabarkantha : ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં કરા પડ્યા, ઘઉં-બટાટા અને જીરૂના પાકને નુકસાન

આ પણ વાંચો - GUJARAT FIRST EXCLUSIVE : CM ભૂપેન્‍દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ રામલલ્લાના દર્શન કર્યા, ભવ્ય રામમંદિરનાં નિર્માણકાર્યને નિહાળ્યું

Tags :
Advertisement

.

×