Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યમાં કાતિલ ઠંડી, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો શરુ થયા છે. જેમાં ગુજરાત રાજ્યમાં ઠંડી વધી છે. ત્યારે મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો
gujarat  રાજ્યમાં કાતિલ ઠંડી  જાણો હવામાન વિભાગની શું છે આગાહી
Advertisement
  • લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતી તકેદારી રાખી
  • અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી તાપમાન
  • નલિયામાં 06.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે

Gujarat Weather News : ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો શરુ થયા છે. જેમાં ગુજરાત રાજ્યમાં ઠંડી વધી છે. ત્યારે મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. જેમાં અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તેમજ નલિયામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન છે. જેમાં નલિયાના લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા છે.

ડીસા 12.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 13.8 ડિગ્રી તાપમાન

ઉલ્લેખનીય છ કે ડીસા 12.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 13.8 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. જેમાં ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી શરૂ થઈ છે. ઠંડા પવનો ફૂંકાવાની સાથે શીત લહેર વધી છે જેમાં કારણે આકસ્મિક ઠંડી વધી રહી છે, જેના કારણે લોકોને ઠંડી આકરી લાગી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ સુધી તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થવાનો નથી તેમજ કાતિલ ઠંડી યથાવત રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડી આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisement

લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતી તકેદારી રાખી

ગઈકાલે વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતી તકેદારી રાખી હતી. ખુલ્લી જગ્યાએ ઉત્તરાયણની ઉજવણી કરતી વખતે ગરમ કપડા પહેરીને અને ગરમ પીણાં દ્વારા ઉત્તરાયણની મજા માણી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જેના કારણે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. લોકોને ઠંડીને લઈને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે તેમાં ઠંડીનું પ્રમાણ ઓછું થવાની શક્યતા નહિવત્ જોવા મળી રહી છે.

Advertisement

હાલ રાજ્યમાં એકાએક તાપમાનમાં ઘટાડો થયો

હાલ રાજ્યમાં એકાએક તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ અચાનકથી વધી ગયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. જોકે ઠંડીનું પ્રમાણ આગામી 24 કલાકમાં જેવું છે તેવું જ રહેવાની શક્યતાઓ જણાવી છે.

આ પણ વાંચો: Weather Update : ઠંડી સાથે કમોસમી વરસાદ આવ્યો, જાણો વિવિધ રાજ્યોમાં શું સ્થિતિ રહેશે

Tags :
Advertisement

.

×