રેશનીંગની દુકાનમાં મળતી તુવેરદાળમાં કીડા, મેગાસીટીની ગંભીર હકીકતનો ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ, પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં
રેશનીંગ કાર્ડ (Ration Card) ધારક, ગરીબ ગ્રાહકો સાથે ગરીબો જેવો વ્યવહાર થતો હોય તેવી હકીકત સામે આવી છે. રેસિંગની દુકાનમાં મળતી તુવેરની દાળ સડેલી હાલતમાં, જીવાત સાથે મળતા ગ્રાહકોમાં (customers) રોશ ફેલાયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ગ્રાહકોની વાહરે આવ્યું તેમની હકીકત જાહેર કરી અને હવે પુરવઠા વિભાગ દ્વારા તમામ સડેલી તુવેર દાળ પરત લેવાનો, બદલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સસ્તા દરે તુવેરની દાળ વેચ
Advertisement
રેશનીંગ કાર્ડ (Ration Card) ધારક, ગરીબ ગ્રાહકો સાથે ગરીબો જેવો વ્યવહાર થતો હોય તેવી હકીકત સામે આવી છે. રેસિંગની દુકાનમાં મળતી તુવેરની દાળ સડેલી હાલતમાં, જીવાત સાથે મળતા ગ્રાહકોમાં (customers) રોશ ફેલાયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ગ્રાહકોની વાહરે આવ્યું તેમની હકીકત જાહેર કરી અને હવે પુરવઠા વિભાગ દ્વારા તમામ સડેલી તુવેર દાળ પરત લેવાનો, બદલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સસ્તા દરે તુવેરની દાળ વેચતા રેશનીંગ દુકાનના વેપારીઓએ પણ સડેલી દાળ આવતા પરેશાનીમાં મુકાયા છે. જો કે પુરવઠા અધિકારીઓ ના ડરે કેમેરા સામે વેપારીઓએ બોલવાનો ઇનકાર કર્યો હતો. જીવાત વાળી દાળ મળી આવતા કેટલાક ગ્રાહકોએ સીએમઓને પણ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે તો સડી ગયેલી દાળ કેટલાક ગ્રાહકો રેશનીંગની દુકાને પરત આપવા પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમે સાંભળી હતી ગ્રાહકોની વેદના.. ગ્રાહકોનું કહેવું હતું કે સરકાર અમારી સાથે મજાક ના કરે જીવાત ધનેરા વાળી આવી દાળ ખાઈને અમારું સ્વાસ્થ્ય બગડસે.
ખોખરા વિસ્તારના સામાજિક કાર્યકર નરેન્દ્ર ગોસ્વામીએ આઠ મહિના અગાઉ ઘઉમાં જીવાત અને કચરો પુષ્કળ આવતો હોવાની ફરિયાદ કરી હતી. જેને રજૂઆતની કોપી પણ જોઈ શકાય છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઘઉંમાં પુષ્કળ કચરો અને જીવાત આવી રહી છે પરંતુ તેનું સોલ્યુશન થયું નહીં. ખોખરાના રહેવાસી નરેન્દ્ર ગોસ્વામી દ્વારા કરવામાં આ ફરિયાદ કરવામાં આવી હતી તેના આઠ મહિના બાદ પણ અનાજમાં કચરો આવતો હોવાનું સામે આવ્યું છે. તુવેરમાં જીવાત અને પુષ્કળ કચરો આવતા ફરીવાર પુરવઠા વિભાગ વિવાદમાં આવ્યું છે. તેમનું કહેવું છે કે અવારનવાર રજૂઆત છતાં ભ્રષ્ટ અધિકારીઓ સડેલું અનાજ મોકલી રહ્યા છે.
સડેલી તુવેર દાળ મળતી હોવાનો લોકોને આરોગ્ય સાથે છેડા થતા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો અને કલાકોમાં જ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી. સડેલી જીવાત વાળી તુવેર દાળ ના અહેવાલ બાદ પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું છે.
અમદાવાદ શહેર સીટી ડેપો મેનેજરે જણાવ્યું કે, અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. અધિકારીઓ અમદાવાદ શહેરી વિસ્તારમાં આવેલી તમામ રેસનીગની દુકાને જશે અને અનાજનો જથ્થો ચેક કરશે. સડી ગયેલા જીવાત વાળા જથ્થાને પરત લેવામાં આવશે તેવું પણ સીટી ડેપો મેનેજર પ્રકાશ સખીયાએ જણાવ્યું છે. જે વેપારીઓએ અમને જીવાત વાળા અનાજની ફરિયાદ કરશે તેમનો જથ્થો પણ અમે પરત લઈ બદલી આપીશું.
આ પણ વાંચો - અહીંયા ખેલાય છે પથ્થર થી પૈસા કમાવવાનો ખેલ !, આવી રીતે ચાલે છે કોન્ટ્રાકટર ને ફાયદો કરાવવાનો ખેલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


