Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા 'Green Gujarat Green Ahmedabad' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- સાઉથ બોપલમાં સ્વિંગ ગાલા સોસાયટી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો
- વૃક્ષારોપણ કાર્યક્રમમાં 10થી વધુ છાયાદાર અને ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું
Ahmedabad : અમદાવાદ શહેરમાં પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ એવી ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' (Green Gujarat Green Ahmedabad) અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના સાઉથ બોપલમાં સ્વિંગ ગાલા સોસાયટી (Swing Gala Society)ખાતે આ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં 10થી વધુ છાયાદાર અને ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અંતર્ગત વૃક્ષારોપણ
રાજ્યની અગ્રણી અને પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેતી Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અભિયાનને સફળ બનાવવા માટે ચેનલ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સાઉથ બોપલમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ કાર્યક્રમમાં સ્વિંગ ગાલા સોસાયટીમાં 10થી વધુ છાયાદાર અને ઓષધિય ગુણો ધરાવતા છોડોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં લીમડો, ગુલમહોર, રાયણ, પીપળો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી
સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો
અમદાવાદ શહેરના સાઉથ બોપલની સ્વિંગ ગાલા સોસાયટીમાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્થાનિક મહિલાઓએ દરેક વૃક્ષમાં પ્રકૃતિ અને માનવજાત માટેની આશાનું બીજ રોપાયું હોય તેવી ભાવના સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહ અને સજાગતાથી ભાગ લીધો હતો. મહિલાઓ સાથે આવનાર વર્ષોમાં જેમને વૃક્ષારોપણથી આ પૃથ્વીને હરિયાળી રાખવાનું મહાકાય અભિયાન ઉપાડવાનું છે તેવા બાળકો પણ જોડાયા હતા. સ્વિંગ ગાલા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવનાર પેઢી પર્યાવરણ બચાવતા વિવિધ અભિયાનોથી સજાગ અને જાગૃત બને તે માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
સમગ્ર અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમો કરાશે
પર્યાવરણ માટે સતત જાગૃતતાથી ફરજ બજાવવા સ્થાનિકો માટે પણ વૃક્ષમિત્ર (Vrikshamitra) ની જવાબદારી નિર્ધારીત કરવામાં આવી હતી. આ સાથે વૃક્ષોનું જતન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરાયું કે, ગૃહ-સ્તરે આરંભાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમો સંપૂર્ણ અમદાવાદમાં વિસ્તૃત પાયે કરવામાં આવશે. ભવિષ્યમાં પણ વિવિધ વિસ્તારોમાં આવી જ હરિયાળી લાવતી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરાશે.
આ પણ વાંચોઃ Jamnagar : શહેરમાં નીકળ્યું વિશ્વવિખ્યાત તાજીયા ઝુલુસ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા


