Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025 : મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ, કરી આ જાહેરાત

મહાકુંભમાં ગુજરાતીઓને કોઈ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ગુજરાત સરકાર, ટુરિઝમ વિભાગ, GSRTC દ્વારા સંયુક્ત અને સારો પ્રયાસ કરાયો છે.
mahakumbh 2025   મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ  કરી આ જાહેરાત
Advertisement
  1. રાજ્ય સરકાર, ટુરિઝમ વિભાગ, GSRTC નો વધુ એક સારો પ્રયાસ (Mahakumbh 2025)
  2. મહાકુંભમાં ગુજરાતીઓને તકલીફ ન પડે તે માટે સેવાનો વ્યાપ વધાર્યો
  3. 4 ફેબ્રુઆરીથી નવીન 5 વોલ્વો મહાકુંભ માટે દોડશે
  4. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી

ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં શ્રદ્ધા, ભક્તિનો મહામેળો એટલે કે 'મહાકુંભ' (Mahakumbh 2025) યોજાઈ રહ્યો છે. માત્ર ભારતમાંથી જ નહીં પણ સમગ્ર વિશ્વમાંથી લોકો મહાકુંભમાં આવી આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ જઈ રહ્યા છે. ત્યારે પ્રયાગરાજનાં મહાકુંભમાં ગુજરાતીઓને કોઈ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ગુજરાત સરકાર, ટુરિઝમ વિભાગ, GSRTC દ્વારા સંયુક્ત અને સારો પ્રયાસ કરાયો છે. સરકાર દ્વારા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનની (Gujarat Pavilion) ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે મહાકુંભ માટે ગુજરાતથી વધુ 5 નવી બસ સેવા શરૂ કરાઈ છે.

Advertisement

મહાકુંભમાં ગુજરાતીઓને તકલીફ ન પડે તે માટે સરકારે સેવાનો વ્યાપ વધાર્યો

પ્રયાગરાજ (Prayagraj) ખાતે યોજાઈ રહેલા મહાકુંભ જતાં ગુજરાતીઓ માટે મહત્ત્વનાં સમાચાર છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) માર્ગદર્શન હેઠળ ગુજરાતીઓ માટે મહાકુંભમાં સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગુજરાત સરકાર, ટુરિઝમ વિભાગ, GSRTC દ્વારા વધુ એક સારો પ્રયાસ કરાયો છે, જે હેઠળ મહાકુંભ માટે 4 ફેબ્રુઆરીથી નવીન 5 વોલ્વો બસ દોડશે. અમદાવાદથી વધુ 1, સુરતથી 2 બસ, વડોદરા અને રાજકોટથી પણ 1-1 વોલ્વો બસ મહાકુંભ માટે શરૂ કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી માહિતી

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું કે, ગુજરાતનાં શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં (Mahakumbh 2025) આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરી, 2025 થી નવીન 5 બસો (અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ) શરુ કરવામાં આવશે. સુરત અને રાજકોટથી ઉપડતી બસ MP નાં બારણ રોકાશે. જ્યારે, અમદાવાદ અને વડોદરાથી ઉપડતી બસ શિવપુરી રોકાશે. સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર નવીન બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામાં આવનાર છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર નવીન બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે.

આ પણ વાંચો - Mahakumbh : મહાકુંભ સ્નાન પછી ભક્તોએ કાશી ન આવવું જોઈએ, સમિતિની અપીલ

આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે બુકિંગ

માહિતી અનુસાર, શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ.7800, સુરતથી રૂ. 8300, વડોદરાથી રૂ. 8200 તથા રાજકોટથી રૂ. 8800 નક્કિ કરવામાં આવ્યા છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજના રોજ (2 ફેબ્રુઆરી, 2025) સાંજે 5 કલાકથી ST નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી કરી શકશે.

આ પણ વાંચો - Mahakumbh: મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ઘરે પાછા ફરવા માટે મુસાફરોની ભીડ

Tags :
Advertisement

.

×