Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court : મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ અંગે HC નું મહત્ત્વનું અવલોકન

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે PG રજિસ્ટ્રેશન માટે ઓન રેકોર્ડ કોઈ પોલિસી નથી.
gujarat high court   મેટ્રો શહેરોમાં ચાલતા pg હોસ્ટેલ અંગે hc નું મહત્ત્વનું અવલોકન
Advertisement
  1. મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલોને લઈ Gujarat High Court નું મહત્ત્વનું અવલોકન
  2. રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે, હોસ્ટેલ શનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે : HC
  3. પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે : HC
  4. શિવરંજની વિસ્તારમાં ચાલતા PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું અવલોકન

Ahmedabad : મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ્સ અંગે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્ત્વનું અવલોકન કર્યું છે. રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ (Homestay-Hostels) આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે તેમ કોર્ટે જણાવ્યું છે. પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું આ મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો!

Advertisement

પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે : HC

નોંધનીય છે કે હાલનાં સમયમાં મેટ્રો શહેરોમાં PG-હોસ્ટેલ્સનો જાણે રાફડો ફાટ્યો છે. ત્યારે સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા એક PG વિવાદની (Shivranjani PG Dispute) સુનાવણી દરમિયાન કોર્ટનું મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો (National Security) પ્રશ્ન બની શકે છે. પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) PG, હોમસ્ટે અને હોસ્ટેલનાં રજિસ્ટ્રેશન સહિતનાં નિયમો અંગે જાગૃતિ ફેલાવવા, નિયમો અને રજિસ્ટ્રેશન અંગે પ્રચાર પ્રસાર કરવા તંત્રને નિર્દેશ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Police ના ઇતિહાસમાં સૌથી ચકચારી વિવાદમાં PSI સસ્પેન્શનથી કેમ બચી ગયા ?

અરજદારનાં વકીલ અને સરકારી વકીલની દલીલ

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે PG રજિસ્ટ્રેશન માટે ઓન રેકોર્ડ કોઈ પોલિસી નથી. જ્યારે, સરકારી વકીલ જિ.એચ વિર્કે (Lawyer G.H. Virk) કહ્યું હતું કે, PG, હોસ્ટેલ અને હોમસ્ટે માટેનાં નિયમો અને રજિસ્ટ્રેશન માટે GDCR છે. સિલિંગની પ્રક્રિયા પહેલા નોટિસ આપવામાં આવી હતી, મંજૂરી વિના અને પ્રોપર્ટીમાં માલિક વિના અન્ય લોકો રહેતા હતા. માહિતી અનુસાર, હાલની સ્થિતિમાં શિવરંજની વિસ્તારનાં વિવાદિત PG માં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સમય આપવામાં આવ્યો છે. PG માં નવા એડમિશન અને અન્ય બહારનાં કોઈ વ્યક્તિને પ્રવેશ ન આપવા પણ અરજદારને નિર્દેશ કરાયા છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

આ પણ વાંચો - Rain in Gujarat : અરવલ્લીમાં આભ ફાટ્યું! 400 વીઘા ખેતરોમાં પાણી જ પાણી

Tags :
Advertisement

.

×