Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાટકેશ્વર બ્રિજના 4 આરોપીઓની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 09 વ્યક્તિઓ વિરુદ્ધ AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. આ આરોપીઓ...
હાટકેશ્વર બ્રિજના 4 આરોપીઓની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
Advertisement

અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 09 વ્યક્તિઓ વિરુદ્ધ AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી.

આ આરોપીઓ પૈકી અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટે ફગાવી હતી. જે બાદ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને આજે હાઇકોર્ટે ફગાવી દીધી છે.

Advertisement

બચાવ પક્ષ દ્વારા હાઈકોર્ટ સમક્ષ શું રજૂઆત કરાઈ
આરોપીઓના વકીલ તરફથી આગોતરા જામીન મંજૂર કરવા કોર્ટમાં કરી રજૂઆત કરાઈ હતી. પોતાની સામે ખોટી રીતે કેસ થયો હોવાની રજુઆત કરાઈ હતી.

Advertisement

AMC તરફ થી હાઈકોર્ટમાં શું રજૂઆત કરાઈ
જો કે AMC એ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. AMC એ કહ્યું હતું કે નબળા બાંધકામ અંગે અલગ અલગ એજન્સીના રિપોર્ટ ઉપલબ્ધ છે. 40 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં નબળા બાંધકામના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી હોવાની પણ રજૂઆત કરાઈ હતી.જેની પર સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે આરોપીઓને આગોતરા જામીન આપવા ઇન્કાર કર્યો હતો.

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો : અશોક ગેહલોત બોલતા રહ્યા અને મોદી…મોદીના નારા લાગ્યા….

Tags :
Advertisement

.

×