Gujarat: બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તે માટે નિર્ણય લેવાશે
- 78 હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે
- બેઝિક ગણિતમાં 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિતની પસંદગી
Class 10 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડના પરિણામમાં સારો સ્કોર થઈ શકે અને પરિણામ સુધારી શકાય તે માટે હવે વિદ્યાર્થીઓ ભારે ભરખમ ગણિતથી દુરી બનાવી રહ્યા છે અને સરળ ગણિત વધારે પસંદ કરી રહ્યા છે. કારણકે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત કરતા બેઝિક ગણિતના વિક્લ્પને વિદ્યાર્થીઓએ વધુ પસંદ કર્યો છે.
પરીક્ષા આપવા માટે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ
ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પાછલા બે વર્ષથી ધોરણ 10 માં પરીક્ષા આપવા માટે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપવામાં આવે છે. બોર્ડની પરીક્ષામાં બેઝિક ગણિત પસંદ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણમાં સહેલું જ્યારે સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ ઉપરાંત JEE અને Neet પરીક્ષાને ધ્યાને રાખીને ઊંચા લેવલની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે બેઝિક ગણિતમાં સાત લાખથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 78,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ બંને વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે હવે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય આગામી દિવસોમાં લઈ શકે છે, જે માટે વિચારણા હાથ ધરવામાં આવી છે.
હવે બેઝીક અને સ્ટાન્ડર્ડ એમ બંને લેવલના પુસ્તકો અલગ અલગ કરી શકે છે
બેઝિક ગણિત પ્રત્યે વિદ્યાર્થીઓના વધારે ઝુકાવને જોતા બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પુસ્તકો પણ અલગ અલગ કરવા માટે યોજના ચાલી રહી છે. જે અંગે આવનાર દિવસોમાં બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મહત્વનો નિર્ણય લઈને જાહેરાત કરી શકે છે, પરંતુ પુસ્તકો અલગ કર્યા બાદ બંનેના તાસ પણ અલગ લેવાશે.
પાંચ વર્ષ પહેલા બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવ્યો
સૌથી પહેલા સીબીએસસી બોર્ડ દ્વારા પાંચ વર્ષ પહેલા બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેના આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ પણ આ પદ્ધતિને બે વર્ષ પહેલાં લાગુ કરી હતી. જે વિદ્યાર્થીને વધારે ફાવક આવતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે બોર્ડ હવે બેઝીક અને સ્ટાન્ડર્ડ એમ બંને લેવલના પુસ્તકો અલગ અલગ કરી શકે છે.
આ પણ વાંચો: Budget Session: PM મોદીનું મોટું નિવેદન, 10 વર્ષમાં પહેલું એવું સત્ર કે જેમાં વિદેશી ચિંગારી નથી


